Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભ્યાસ પૂરો થાય તે પહેલા જ નોકરી પાકી:રિલાયન્સ, મારુતિ અને નાયરા જેવી જાયન્ટ કંપનીઓએ MSUના વિદ્યાર્થીઓને લાખોના પેકેજ સાથે જોબ આપી

    9 hours ago

    વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલીટેક્નિક કોલેજના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ કંપનીઓમાં કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થીઓને અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી છે. જેમાં સૌથી વધુ 4.80 લાખની ઓફર કરવામાં આવી છે. 113 કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 113 વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા પ્લેસમેન્ટ ઓફર આપવામાં આવી છે. આ વર્ષે સૌથી ઉચ્ચ વેતન પેકેજ કોકા-કોલા કંપની તરફથી મળ્યું છે. કંપનીએ મિકેનિકલ એન્જિનિયરિંગના બે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીને વાર્ષિક 4.80 લાખના પેકેજની ઓફર આપી છે. 26 વિદ્યાર્થીઓને વાર્ષિક 3 લાખના પેકેજે પ્લેસ કર્યા આ સાથે નાયરા એનર્જી કંપનીએ પેટ્રોકેમિકલ ટેક્નોલોજીના ત્રણ વિદ્યાર્થીઓને વાર્ષિક 4 લાખના પેકેજે ઓફર આપી છે. Diamond Power Infrastructure Ltd.એ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કુલ 26 વિદ્યાર્થીઓને વાર્ષિક 3 લાખના પેકેજે પ્લેસ કર્યા છે. Maruti Suzuki India Ltd.એ મિકેનિકલ, આઈટી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ચાર વિદ્યાર્થીઓને વાર્ષિક 3.62 લાખની ઓફર આપી છે. Reliance Industries Ltd. વડોદરા અને દહેજએ પેટ્રોકેમિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના 11 વિદ્યાર્થીઓને વાર્ષિક 3.60 લાખના પેકેજે ઓફર કરી છે. આ સાથે અન્ય અનેક કંપનીઓએ પણ વિવિધ શાખાના વિદ્યાર્થીઓને 2.50 લાખથી 3.50 લાખ સુધીના વાર્ષિક પેકેજે પ્લેસમેન્ટ ઓફર આપી છે. કોલેજમાં 2026માં પાસ આઉટ થનાર 275 વિદ્યાર્થીઓમાંથી 113 વિદ્યાર્થીઓનું અત્યાર સુધીમાં પ્લેસમેન્ટ થયું છે. હજુ કેટલીક કંપનીઓના પ્લેસમેન્ટ પરિણામો આવવાના બાકી છે. કોલેજ તરફથી યોજાતી વિવિધ ટેનિંગ એક્ટિવિટી જેમ કે ટેક્નિકલ એક્સપર્ટ લેક્ચર, સેમિનાર, વર્કશોપ, લાઈફ સ્કિલ ટ્રેનિંગ અને ઔદ્યોગિક મુલાકાતો વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ડ્રાઇવમાં સફળતા મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો! એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી:ગોત્રી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, RMOએ કહ્યું- નર્સિંગ સ્ટાફને નોટિસ આપી, ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી કરીશું
    Next Article
    વડોદરામાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં સજા:બે આરોપીઓને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, પીડિતાને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ, પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment