Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં સજા:બે આરોપીઓને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, પીડિતાને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ, પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું

    8 hours ago

    વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં બે નરાધમોને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, પીડિતાને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. સ્પેશિયલ જજ પ્રિયંકા અગ્રવાલે આ ગુનાને સમાજ માટે કલંક સમાન ગણાવી મુખ્ય આરોપી મંગુભાઇ ઉર્ફે ગોવિંદ નીસરતા અને તેને મદદ કરનાર અજમભાઇ ઉર્ફે આદમ નીસરતાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મે 2025માં આરોપી ગોવિંદે સગીરાને મોબાઈલ ફોન આપી લલચાવી-ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીઓએ સગીરાને ગોધરા બોલાવી હતી. ત્યાંથી ગોવિંદ અને આદમે તેનું અપહરણ કર્યું હતું અને અલગ-અલગ સ્થળોએ ગોંધી રાખી હતી. આ સમયગાળા દરમિયાન આરોપી ગોવિંદે સગીરાની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે હરણી પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ એચ.આર.જોશીએ દલીલ કરી હતી કે, આરોપીઓ પોતે પરણિત અને સંતાનવાળા હોવા છતાં એક માસૂમ બાળકીનું જીવન બરબાદ કર્યું છે, તેથી તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. તબીબી પુરાવા અને સગીરાના નિવેદનને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને બંનેને રૂ. 23,000નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાના પુનઃવસન માટે 'ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ 6 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અભ્યાસ પૂરો થાય તે પહેલા જ નોકરી પાકી:રિલાયન્સ, મારુતિ અને નાયરા જેવી જાયન્ટ કંપનીઓએ MSUના વિદ્યાર્થીઓને લાખોના પેકેજ સાથે જોબ આપી
    Next Article
    Crude, Refining, Distribution: How Retail Price Of Gas Is Calculated

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment