Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ:પતિની જેમ ખીરું ખરાબ હોવાનું એક જ રટણ, ઢોસા પહેલા શું શું ખાધું હતું તેની તપાસ થશે

    12 hours ago

    અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાના કેસમાં આજે બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઝોન ડીસીપી,એસીપી અને પીઆઇ હાજર હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાવનાની પૂછપરછ કરાશે. આ ઉપરાંત સાંજે FSLનો રિપોર્ટ આવવાની પણ શકયતા છે. ભાવનાનું પણ પતિની જેમ એક જ રટણ ઢોસાના ખીરાથી મોત થયું માતા ભાવનાએ પણ પૂછપરછમાં ખીરાથી જ મોત થયું હોવાનું રટણ કર્યું હતું. પરિવારના તમામ સભ્યોને ખીરાના ઢોસા ખાધા બાદ જ તકલીફ થઈ હોવાનું સતત નિવેદન આપતી હતી. બાળકીની સારવારના રિપોર્ટ સિવિલને સોંપાશે પોલીસે બાળકીના મૃત્યુ પહેલા અને પછીની તમામ ડોક્ટરની ટ્રીટમેન્ટની ફાઇલ મંગાવી છે.આ તમામ રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે.સિવિલ હોસ્પિટલમાં એક્સપર્ટ પેનલ દ્વારા તમામ રિપોર્ટની ચકાસણી કરવામાં આવશે. ડોક્ટર દ્વારા સારવારમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ તેની પણ તપાસ કરાશે. પરિવારના સભ્યોની પૂછપરછમાં બાળકીની હત્યા કે મોત અંગે કોઈ કારણ સામે આવ્યું નહીં. ખીરાના ઢોસા સિવાય એ દિવસોમાં શું શું ખાધું તેની તપાસ કરાશે એફએસએલ રિપોર્ટ, પીએમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસ પૂછપરછ અને રિપોર્ટમાં કોઈ કારણ સામે નહીં આવે તો પરિવારજનોનો હવે લાઈ ડિટેક્ટર ટેસ્ટ થશે. ખીરું ઘરે લઈ ગયા બાદ કોઈ કારણથી અખાદ્ય બન્યું છે કે કેમ તેનો રિપોર્ટ કરાશે. 1 થી 3 એપ્રિલ સુધી ખીરાના ઢોસા ઉપરાંત અન્ય ખોરાક પણ લીધો હતો તે અંગે પણ તપાસ શરૂ કરી છે. 10 એપ્રિલે પતિ વિમલે પણ એક જ રટણ કર્યું હતું 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન વિમલએ પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ખીરુ ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી આ દુર્ઘટના બની હોવાનું પિતાનું એક જ રટણ રહ્યું હતું. પોલીસે દાદા-દાદીના નિવેદન લીધા આ પહેલાં 11 એપ્રિલે બાળકીના કાકા અને ફોઈ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા. પોલીસ દ્વારા કાકા અને ફોઈનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. બાળકીના દાદીનું સવારે નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ દાદાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
    Click here to Read More
    Previous Article
    સાધુ વાસવાણી રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ:ફાયર ફાઈટર્સ દ્વારા 7 કર્મચારીઓનું દિલધડક રેસ્ક્યુ, મોટી જાનહાનિ ટળી
    Next Article
    ‘Our story isn’t over’: Priya Sachdev shares emotional post for Sunjay Kapur on their ninth anniversary amid estate dispute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment