Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ હોટલમાં હાર્ટ એટેકથી યુવકનું મોત:ડેટિંગ એપમાં મળેલી યુવતીને મળવા વડોદરા આવ્યો, હોટલમાં ભોજન બાદ ઉલ્ટી થઈ ને બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો

    14 hours ago

    વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી જાણીતી હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસમાં એક યુવકનું અચાનક તબિયત બગડ્યા બાદ કરુણ મોત નીપજ્યું છે. અમદાવાદથી આવેલો આ યુવક એક યુવતી સાથે હોટલમાં રોકાયો હતો, જ્યાં અચાનક ઉલ્ટીઓ અને આંચકી આવતા તેનું અવસાન થયું હતું. સયાજીગંજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડી તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર ઘટના? મૂળ જૂનાગઢના ઉનાનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો 27 વર્ષીય હરિશ્રેય બાબુભાઈ ચૌહાણ ડેટિંગ એપ મારફતે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ યુવતી મૂળ મધ્ય પ્રદેશની છે અને વડોદરામાં નોકરી કરે છે. બંને વચ્ચે આ બીજી મુલાકાત હતી અને તેઓ હોટલના રૂમમાં સાથે હતા. હોટલમાં ભોજન કર્યા બાદ હરિશ્રેયને અચાનક ત્રણ-ચાર વાર ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ તેને આંચકી આવતા તે બેભાન થઈ ગયો હતો. પાણી પીવાના પ્રયાસ છતાં તે કંઈ ગળે ઉતારી શક્યો નહોતો. હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો યુવકની હાલત લથડતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તબીબી તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ:ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા; અમદાવાદ કલેક્ટર કચેરીમાં BJPના MLAનો વિરોધ
    Next Article
    વ્યારા નગરપાલિકા ચૂંટણી:5 ઉમેદવારોના ફોર્મ રદ, કોંગ્રેસના 4 અને AAPના 1 ઉમેદવાર અમાન્ય ઠર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment