Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ:ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા; અમદાવાદ કલેક્ટર કચેરીમાં BJPના MLAનો વિરોધ

    23 hours ago

    રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ચૂંટણી અધિકારી દ્વારા 13 એપ્રિલને સોમવારના ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. જોકે, ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવશે. આ દરમિયાન અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરશે. 15 એપ્રિલના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે તે સ્પષ્ટ થશે. દિવસ દરમિયાન સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ ગઈ હતી. ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા હતા. કાર્યકરો વિપક્ષી કાર્યકરોને પોતાની પાર્ટીના ખેસ પહેરાવી રહ્યા હતા તો અન્ય પાર્ટીના ખેસને પગ નીચે કચડી રહ્યા હતા. તો આ દરમિયાન વડોદરા અને સુરતમાંં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું હતું. તો અમદાવાદ કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિને લઇ વિવાદ સર્જાયો હતો. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા નાયબ કલેકટરે ઉમેદવાર સિવાય કોઈ દાખલ ન થાય તેવી સૂચના આપી અને બધાને બહાર જવા સૂચના આપી હતી. સુરતમાં ભાજપમાં ભડકો આ દરમિયાન ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ-કોંગ્રેસમાં ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ)માં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસનો કાફલો તહેનાત કરવો પડ્યો હતો. ‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'આપ' વાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?. અમદાવાદ ભાજપમાં નારાજગી અમદાવાદમાં 48 વોર્ડ છે. જેમાં ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર જેવા વોર્ડમાં સ્થાનિક નેતાઓ ખુલીને વિરોધ કરી રહ્યા છે. જ્યારે ગોતા, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, સાબરમતી, વસ્ત્રાલ, અસારવા, શાહીબાગ, રાણીપ જેવા વિસ્તારોમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી નારાજગી જોવા મળી રહી છે પરંતુ તેનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવતો નથી. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો અત્યારે હાલમાં ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે અને ડેમેજ થાય એવી સ્થિતિ છે ત્યારે શહેરના નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરી રહ્યા છે. સુરત ચૂંટણીમાં SOGની કથિત દખલગીરી, કોંગ્રેસ નેતા ડૉ.તુષાર ચૌધરીની અધિકારીઓની બદલીની માગ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયામાં SOG પોલીસ અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે કડક કાર્યવાહીની માગ કરી હતી. પૂર્વ કાઉન્સિલર અસલમ સાયકલવાલાની રજૂઆતને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નં. 19માં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સુરત શહેર એસ.ઓ.જી. પોલીસ દ્વારા સમયમર્યાદા બાદ ભાજપ તરફી મુસ્લિમ ઉમેદવારોને મદદ કરવા માટે સત્તાનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઈ રહે તે હેતુથી ડૉ. ચૌધરીએ આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી અન્ય જિલ્લામાં બદલી કરવાની અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવી નિયમોનુસાર કાર્યવાહી કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. સુરત કલેક્ટર કચેરીમાં ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ ગઈ હતી. ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા હતા. કાર્યકરો વિપક્ષી કાર્યકરોને પોતાની પાર્ટીના ખેસ પહેરાવી રહ્યા હતા તો અન્ય પાર્ટીના ખેસને પગ નીચે કચડી રહ્યા હતા. અમદાવાદ કલેક્ટર કચેરીમાં BJPના MLA કૌશિક જૈન જોવા મળતા NSUIનો વિરોધ અમદાવાદ કલેક્ટર કચેરીએ ફોર્મ ચકાસણીમાં NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિને લઇ વિવાદ સર્જાયો હતો. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા નાયબ કલેકટરે ઉમેદવાર સિવાય કોઈ દાખલ ન થાય તેવી સૂચના આપી અને બધાને બહાર જવા સૂચના આપી હતી. શાહનવાઝ શેખના જણાવ્યા મુજબ જયારે અંદર ગયા ત્યારે ખબર પડી કે કૌશિક જૈન અંદર જ બેઠા છે. આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. શાહનવાઝે જણાવ્યું હતું કે આ પ્રકારનો કોઈ ભેદભાવ નહી ચલાવી લેવામાં આવે, તેઓએ ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી. વડોદરામાં #PRO Modi અને #anti bjp પોસ્ટર લાગ્યા વડોદરાના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરોધ પોસ્ટર વોર શરૂ થઈ છે. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા છે. ચાર રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જેમાં અવની સ્ટેમ્પવાળાના ફોટો ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પર લખાયું છે કે વિસ્તારમાં એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે. આ વાક્ય લખીને લોકોએ કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો છે. અવની સ્ટેમ્પવાલા સામે લાગેલા પોસ્ટર્સમાં નીચે હેશટેગ પણ આપવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં #PRO Modi અને #anti bjp લખવામાં આવ્યું છે. દિવસભરની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાને જોવા ભીડ ઉમટી:'ટોસ્ટર'ના પ્રમોશન માટે બંને ગુરુગ્રામ પહોંચ્યા; ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા, સેલ્ફી લીધી
    Next Article
    ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ હોટલમાં હાર્ટ એટેકથી યુવકનું મોત:ડેટિંગ એપમાં મળેલી યુવતીને મળવા વડોદરા આવ્યો, હોટલમાં ભોજન બાદ ઉલ્ટી થઈ ને બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment