Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા ફિશિંગ બોટ કૌભાંડ:જૂની બોટને નવી દર્શાવી સરકારી યોજનામાં છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

    8 hours ago

    દેવભૂમિ દ્વારકામાં માછીમારી બોટ કૌભાંડના મુખ્ય આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ (ઉંમર 66) ને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં જૂની બોટને કાગળ પર નવી દર્શાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના બાદ, એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા અને પીએસઆઈ ડી.એ. વાળાની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ લાંબા સમયથી ફરાર હતો. એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને મળેલી બાતમીના આધારે ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુદર્શન સેતુ બ્રીજના મોરપીચ્છ સર્કલ પાસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 66 વર્ષીય આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ 'અલ-અરફાત' (રજી. નં. IND-GJ-37-MM-4022) નામની બોટના બોગસ દસ્તાવેજો બનાવવાનું મુખ્ય કામ કરતો હતો.આરોપીએ ખાનગી ફિશરીઝ એજન્ટો સાથે મળીને જૂની માછીમારી બોટને નવી દર્શાવી તેના પર ખોટું રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવ્યા હોવાની કબૂલાત કરી છે.આ કૌભાંડમાં હજુ અનેક લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ:હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી પોલીસ સ્ટેશન લઈ જવાઈ, ગણતરીની કલાકોમાં FSLનો રિપોર્ટ પણ આવવાની શક્યતા
    Next Article
    Asha Bhosle Funeral Updates: Legend's Final Journey Begins, India Pays Last Tribute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment