Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર ઉદ્યોગપતિની શ્વાનસેવા:ઘાયલ શ્વાનની સારવારથી શરૂ થયેલો સંકલ્પ આજે વટવૃક્ષ બન્યો

    9 hours ago

    આજના ઝડપી અને સ્વાર્થી યુગમાં જ્યાં માનવતા ઘણીવાર પછાત રહી જાય છે, ત્યાં પાલનપુરમાં આઈસ્ક્રીમના ઉદ્યોગ સાથે સંકળાયેલા કોમલભાઈ અગ્રવાલે અબોલ પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને સેવા દ્વારા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના દ્વારા શરૂ કરાયેલ શ્વાન સેવા યજ્ઞ આજે અનેક બીમાર, ઘાયલ અને લાવારીસ શ્વાનો માટે જીવનદાયી સાબિત થઈ રહ્યો છે. આ સેવા કાર્યની શરૂઆત એક નાનકડા પ્રસંગથી થઈ હતી. રસ્તા પર ઘાયલ અને બીમાર હાલતમાં પડેલા એક શ્વાનને જોઈ કોમલભાઈના હૃદયમાં કરુણા જાગી. તેમણે તેને ઘરે લઈ જઈ સારવાર કરી અને સંભાળ રાખી. આ ઘટના તેમની અંદર એક મજબૂત સંકલ્પ બની.સારવારના અભાવે કોઈ પણ અબોલ પ્રાણીનું મૃત્યુ ન થવું જોઈએ.આજે આ સંકલ્પ એક વિશાળ સેવાયજ્ઞમાં ફેરવાઈ ગયો છે. તેમના નિવાસ નજીક જ શ્વાનો માટે રહેઠાણ, ભોજન અને સારવારની વ્યવસ્થા ઉભી કરી છે. હાલમાં 10થી વધુ બીમાર અને ઘાયલ શ્વાનોની સારવાર ચાલી રહી છે, જેમાં એક દૃષ્ટિહીન શ્વાનનું પણ ખાસ ધ્યાન રાખે છે. કોમલભાઈ દરરોજ સવાર અને સાંજે 150થી વધુ શ્વાનો માટે ભોજન તૈયાર કરાવે છે. જેમાં દહીં, રોટલી અને ભાતનો સમાવેશ થાય છે. ઉપરાંત રાત્રે 300થી વધુ શ્વાનોને બિસ્કીટ આપે છે. આ સાથે શ્વાનો માટે વેક્સિનેશન અને ફેમિલી પ્લાનિંગ ઓપરેશન જેવી સેવાઓ પણ કરાય છે. તેઓ પોતાની આવકનો ત્રીજો હિસ્સો આ સેવા કાર્યમાં ખર્ચે છે. ભવિષ્યમાં ડોગ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારી અન્ય દાતાઓના સહયોગથી હવે તેઓ ભવિષ્યમાં આધુનિક સુવિધાઓ ધરાવતું ડોગ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં છે.ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીઓ પ્રત્યેની દયા અને સહઅસ્તિત્વની ભાવના રહેલી છે. કોમલભાઈ અગ્રવાલનો આ પ્રયત્ન એ જ મૂલ્યોને ફરી જીવંત બનાવતો અને સમાજને માનવતાની સાચી દિશામાં દોરી જતો એક પ્રેરક પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:ભાજપના રિપિટ 7 પૂર્વ કોર્પોરેટરો પાસે કરોડોની મિલકત-દાગીના‎
    Next Article
    3 Kashmir universities cancel MoU with US-based NGO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment