Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસની લાલ આંખ:બેટરી ચોર અને રાયોટિંગનો આરોપી ઝડપાયો, નામચીન બુટલેગરને ‘પાસા’ હેઠળ જેલભેગો કરાયો

    19 hours ago

    પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે પંચમહાલ પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં પોલીસે અલગ-અલગ ત્રણ સફળ કામગીરી કરી છે, જેમાં હાઈવે પર ડમ્પરમાંથી બેટરી ચોરતી ગેંગનો પર્દાફાશ, રાયોટિંગના ફરાર આરોપીની ધરપકડ અને દારૂના ગુનામાં સંડોવાયેલા બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહીનો સમાવેશ થાય છે. 1. કાલોલ હાઈવે પરથી ચોરીની બેટરીઓ સાથે એક શખ્સની ધરપકડ કાલોલ પોલીસની ટીમ જ્યારે ગોધરા-વડોદરા હાઈવે પર ગોમા નદીના બ્રિજ પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મોટરસાઈકલ પર શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે શખ્સો પોલીસની નજરે ચડ્યા હતા. પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા એક શખ્સ અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઓવેસ મહમદ હનીફ ભાગલીયા નામના શખ્સને દબોચી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી હાઈવે પર ઉભેલા ડમ્પરોમાંથી ચોરી કરેલી 5 નંગ બેટરીઓ મળી આવી હતી. પોલીસ હાલ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે. 2. ગોધરા રાયોટિંગ ગુનાનો નાસતો-ફરતો આરોપી જેલહવાલે પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં રાયોટિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી નિઝામુદ્દીન અબ્દુલ્લા હાથીભાઈ લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો. બાતમીના આધારે પોલીસે દાહોદ રોડ પર દરોડો પાડીને નિઝામુદ્દીનને ઝડપી પાડ્યો હતો. આ કામગીરી બાદ આરોપીને આગળની તપાસ માટે ગોધરા પોલીસને સોંપવામાં આવ્યો છે. 3. બુટલેગર વિષ્ણુકુમાર રાઠોડ સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી, સુરત જેલ મોકલાયો જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ગોધરા LCB એ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામના જલારામ ફળિયામાં રહેતા બુટલેગર વિષ્ણુકુમાર અરવિંદસિંહ રાઠોડ સામે કાલોલ, દામાવાવ અને પાવાગઢ પોલીસ સ્ટેશનમાં કુલ ૫ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આ આરોપી વિરુદ્ધ LCB એ પાસા (PASA) દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. મંજૂરી મળતા જ પોલીસે વિષ્ણુકુમારની અટકાયત કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'અભી ના જાઓ છોડ કર...':આશા ભોસલેના પાર્થિવ દેહની પહેલી તસવીર સામે આવી, CM ફડણવિસે અંતિમ દર્શન કર્યા; 92 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ
    Next Article
    'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં':BJP, AAP અને કોંગ્રેસ પર સુરતના ઉત્રાણવાસીઓનું 'નોટા', 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment