Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં':BJP, AAP અને કોંગ્રેસ પર સુરતના ઉત્રાણવાસીઓનું 'નોટા', 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવ્યા

    10 hours ago

    સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે પરંતુ, શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક-2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. 'રોડ નહીં તો વોટ નહીં': સોસાયટીના ગેટ પર બેનરો લાગ્યા વોર્ડ નંબર 2 માં આવતી આ સોસાયટીના પ્રવેશદ્વાર પર મોટા અક્ષરે બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, "કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં." રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી - ત્રણેય મુખ્ય પક્ષોના પ્રતીકો પર લાલ ચોકડી મારી દીધી છે. આ દ્રશ્ય સૂચવે છે કે જનતાનો ભરોસો હવે વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. ત્રણ વર્ષથી બિસ્માર રસ્તા અને તંત્રની 'ગોળ-ખોળ'ની નીતિ સોસાયટીના રહીશોની માંગણી માત્ર પાયાની જરૂરિયાત એવા રોડ માટે છે. છેલ્લા ત્રણ વર્ષથી આંતરિક રસ્તાઓની હાલત અતિશય બિસ્માર છે. ચોમાસામાં પાણી ભરાવાને કારણે કાદવ-કીચડ અને મચ્છરોનો ત્રાસ વધે છે, જ્યારે અન્ય ઋતુમાં ઉડતી ધૂળને કારણે વૃદ્ધો અને બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. જ્યારે પણ રહીશો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરે છે, ત્યારે તેમને જવાબ મળે છે કે, "તમારી સોસાયટીએ IC (Incremental Charges) ના પૈસા ભર્યા નથી, તેથી રોડ બનાવી શકાય નહીં." જોકે, રહીશોનો આક્ષેપ છે કે આસપાસની અન્ય સોસાયટીઓએ પણ આ ચાર્જ ભર્યો નથી, છતાં ત્યાં પાકા રસ્તા અને પેવર બ્લોક બનાવી દેવામાં આવ્યા છે. રહીશો સવાલ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા આ પ્રકારનો પક્ષપાત કેમ કરવામાં આવે છે? સ્થાનિકોનો આક્રોશ: "વાયદા નહીં, હવે કામ જોઈએ" સ્થાનિક કલ્પેશ આહીરે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે,"અમારી સોસાયટીમાં 350થી વધુ મતો છે, પરંતુ જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી એક પણ મત કોઈ પક્ષને નહીં મળે. અમે IC ચાર્જ નાબૂદ કરવાની અને તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરીએ છીએ." અન્ય સ્થાનિક ચૌહાણ સિદ્ધરાજસિંહ ગણપતસિંહે જણાવ્યું હતું કે, "ચોમાસું નજીક છે અને અત્યારે ફરી નેતાઓ હાથ જોડીને વોટ માંગવા આવશે. ત્રણ વર્ષથી અમે સોસાયટીના ખર્ચે કપચી નંખાવીએ છીએ, તો સરકાર શું કરે છે? મિડલ ક્લાસ માણસો માટે ICની મોટી રકમ ભરવી શક્ય નથી, સરકારે અમારી મદદ કરવી જોઈએ." અન્ય સ્થાનિક સાવિત્રીબેને જણાવ્યું હતું કે, "આજુબાજુની બધી સોસાયટીઓમાં રોડ બની ગયા છે, માત્ર અમને જ અન્યાય થાય છે. અમે અને અમારા સગા-સંબંધીઓ પણ આ વખતે મતદાનનો બહિષ્કાર કરીશું." ગોકુળ પાર્ક-2ના રહીશોનો આ મક્કમ નિર્ધાર રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન છે. "પહેલા રોડ, પછી વોટ"ના નારા સાથે આખી સોસાયટી એકજૂથ થઈ છે. હવે જોવાનું એ રહે છે કે, ચૂંટણી પહેલા તંત્ર આ રહીશોની વ્યાજબી માંગણી સંતોષે છે કે પછી 350થી વધુ મતદારો લોકશાહીના પર્વથી અલિપ્ત રહેશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસની લાલ આંખ:બેટરી ચોર અને રાયોટિંગનો આરોપી ઝડપાયો, નામચીન બુટલેગરને ‘પાસા’ હેઠળ જેલભેગો કરાયો
    Next Article
    Fatal accident in Kutch | કચ્છના વાગડમાં ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મોત | Shocking |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment