Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયકલની મદદથી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગ ઝડપાઈ:ભીડભાડવાળા વિસ્તારમાં વ્યક્તિના પગમાં સાયકલ અથડાવી બે વ્યક્તિઓ નજર ચૂકવી પૈસા કાઢી લેતા

    13 hours ago

    કાલુપુર પોલીસે ભીડભાડવાળા વિસ્તારોમાં સાયકલ અથડાવી લોકોના ખિસ્સામાંથી નાણાં સેરવી લેતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગે કાલુપુર વિસ્તારમાં બે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી કુલ ₹1.44 લાખની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ચોરીની મોડસ ઓપરેન્ડી આ ગેંગ અત્યંત ચતુરાઈથી ચોરીને અંજામ આપતી હતી. ગેંગનો એક સભ્ય સાયકલ લઈને જતો અને નિશાન બનાવેલી વ્યક્તિના પગમાં જાણીજોઈને સાયકલ અથડાવતો હતો. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ સાયકલ ચાલક સાથે રકઝક કે બોલાચાલીમાં વ્યસ્ત થાય, ત્યારે પાછળથી ગેંગના અન્ય બે સભ્યો આવી નજર ચૂકવી ખિસ્સામાંથી પૈસા ચોરીને પલાયન થઈ જતા હતા. આ પદ્ધતિથી કુનાલ આહુજા નામના યુવક પાસેથી ₹44 હજાર અને કાર્તિક ડીંડા નામના વ્યક્તિ પાસેથી ₹1 લાખની ચોરી કરવામાં આવી હતી. કુનાલ બેંકમાં નાણાં ભરવા જઈ રહ્યો હતો ત્યારે બીબીસી માર્કેટ પાસે આ ઘટના બની હતી, જ્યારે કાર્તિક પીરમશા રોડ પર આ ટોળકીનો શિકાર બન્યો હતો. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી બંને ફરિયાદોને આધારે કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી બાતમીદારોની મદદથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: કાલુપુર પોલીસ સ્ટેશનના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ખાસ ચોરી કરવા માટે બસ દ્વારા અમદાવાદ આવ્યા હતા. તેઓ શહેરની હોટેલમાં રોકાતા અને બેંકો કે ભીડભાડવાળા વિસ્તારોમાં રેકી કરીને એવા લોકોને શોધતા જેમના ખિસ્સામાં મોટી રોકડ હોય. આ ટોળકીની ધરપકડ થતા કાલુપુર પોલીસ સ્ટેશનના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતા જહાજોની નાકાબંધી કરશે:કહ્યું- ઈરાનને ટોલ આપ્યો તો રસ્તો નહીં મળે; ઈરાને કહ્યું- ટોલ આપવો જ પડશે
    Next Article
    ડીંડોલીમાં ઉમેદવારને લઈ આક્રોશ:વોર્ડ- 27 ડિંડોલીમાં ભાજપ સામે બળવો, 15 વર્ષની વફાદારી સામે ઉત્તર ગુજરાતના પાટીદારોમાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment