Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનમાં ફસાયેલા નવસારી-વલસાડના માછીમારો વતન પરત:સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે સફળ રેસ્ક્યુ કર્યું

    12 hours ago

    ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સક્રિય પ્રયાસો અને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. રોજગારી મેળવવાના હેતુથી નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો ઈરાન ગયા હતા. પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. સંદેશાવ્યવહાર અને સુરક્ષાના અભાવે આ માછીમારો ત્યાં અટવાઈ પડ્યા હતા, જેને લઈ તેમના સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી હતી. માછીમારોના પરિવારોએ આ મુશ્કેલી અંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. સાંસદે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત, તેમણે રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સતત સંપર્ક જાળવ્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંકલન સાધી માછીમારોની સુરક્ષિત વાપસી માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો. સફળ વતન વાપસી બાદ માછીમારોએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, ત્યાંની પરિસ્થિતિ જોતા ઘરે પરત આવવાની આશા ઓછી હતી, પરંતુ સરકારના હસ્તક્ષેપને કારણે તેઓ આજે જીવતા પાછા આવ્યા છે. પરિવારોએ માછીમારોને પરત લાવવા બદલ સાંસદ ધવલ પટેલ અને મોદી સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
    Click here to Read More
    Previous Article
    કમલીવાડા બેઠક પર ભાજપના ગંગાબેન દેસાઈનો પ્રચાર શરૂ:બોરસણથી પ્રચારના શ્રીગણેશ, જ્ઞાતિ કાર્ડથી જંગ રસપ્રદ બન્યો
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડીંડોલીમાં યુવતીની મોતની છલાંગ, આપ-કોંગ્રેસે ભાજપ સામે બાંયો ચઢાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment