Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલીવાડા બેઠક પર ભાજપના ગંગાબેન દેસાઈનો પ્રચાર શરૂ:બોરસણથી પ્રચારના શ્રીગણેશ, જ્ઞાતિ કાર્ડથી જંગ રસપ્રદ બન્યો

    10 hours ago

    પાટણ જિલ્લા પંચાયતની કમલીવાડા બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર ગંગાબેન સેધાભાઈ દેસાઈએ બોરસણ ખાતેથી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ એક જ જ્ઞાતિના મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારતા જંગ રસપ્રદ બન્યો છે. જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. કમલીવાડા બેઠક પર ભાજપે બોરસણના ગંગાબેન સેધાભાઈ દેસાઈને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે તખીબેન કાનજીભાઈ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. આથી, આ બેઠક પર રસાકસીભર્યો મુકાબલો થવાની શક્યતા છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે, ભાજપના ઉમેદવાર ગંગાબેન દેસાઈએ બોરસણ ગામમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો અને ગ્રામજનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પોતાની તરફેણમાં વધુમાં વધુ મતદાન થાય અને આસપાસના ગામોમાં પણ ભાજપની તરફેણમાં માહોલ બને તે માટે અપીલ કરી હતી. બોરસણના આગેવાનો અને ગ્રામજનોએ ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપી જીતાડવાની ખાતરી આપી હતી. જિલ્લા પંચાયતની આ બેઠક પર રાજકીય ગણિતો તેજ બન્યા છે, અને હવે સૌની નજર આગામી મતદાન અને પરિણામો પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 LSG vs GT LIVE Cricket Score Online: Buttler reaches 50 in 34 balls as Gujarat Titans cross 100-run mark in 12th over
    Next Article
    ઈરાનમાં ફસાયેલા નવસારી-વલસાડના માછીમારો વતન પરત:સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે સફળ રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment