Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલાપતિ વિજયની 'જન નાયકન' ઓનલાઇન લીક:પૂજા હેગડેએ પાઇરસીને પ્રોત્સાહન ન આપવા અપીલ કરી, મેકર્સે કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી

    10 hours ago

    તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયની આગામી ફિલ્મ ‘જન નાયકન’ ઓનલાઈન લીક થયા બાદ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા વધી છે. ફિલ્મની ફીમેલ લીડ એક્ટ્રેસ પૂજા હેગડેએ તેને દુઃખદ ગણાવ્યું અને દર્શકોને તેને થિયેટરમાં જોવાની અપીલ કરી. 'પાઇરસીને પ્રોત્સાહન ન આપો' પૂજા હેગડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લખ્યું કે, ‘ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ હજારો લોકોની મહેનત, સર્જનાત્મકતા અને બલિદાનનું પરિણામ હોય છે. ફિલ્મનું લીક થવું ટેકનિશિયન અને કલાકારના સન્માનને ઠેસ પહોંચાડે છે.’ તેણે ચાહકોને અપીલ કરી કે, તેઓ પાઇરસીને પ્રોત્સાહન ન આપે અને ફિલ્મને મોટા પડદા પર માણે. દોષિતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે આ પહેલા પણ રજનીકાંત, ચિરંજીવી, સૂર્યા અને શિવકાર્તિકેયન સહિતના ઘણા સેલેબ્સે આ લીક પર નારાજગી વ્યક્ત કરી છે. ફિલ્મના નિર્માતાઓએ કડક નિવેદન બહાર પાડીને કહ્યું કે, 'આ ગંભીર ડિજિટલ પાઇરસીનો મામલો છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' વધતા વિવાદ વચ્ચે મેકર્સે હજુ સુધી સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી નથી. રિપોર્ટ્સ અનુસાર, તેને મોટા પાયે સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી છે અને તેને વિજયની છેલ્લી ફિલ્મ કહેવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ 22 જૂન 2026ના રોજ વિજયના 52મા જન્મદિવસ પર રિલીઝ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં LSG vs GT, ગુજરાતે ટૉસ જીત્યો:લખનઉ પહેલા બેટિંગ કરશે; LSGએ છેલ્લા ત્રણ મુકાબલામાં GTને હરાવ્યું
    Next Article
    દ્વારકા ગૌશાળામાં ગૌમાતાને તરબૂચ ખવડાવ્યા:ગૌવંશને કાળઝાળ ગરમીમાં શીતળતા આપી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment