Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ કોંગ્રેસમાં આંતરિક વિવાદ:જિલ્લા પંચાયતની ગોવિંદપરા બેઠક પર બે ઉમેદવારોએ મેન્ડેટ મળ્યાનો દાવો કર્યો

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. વેરાવળની ગોવિંદપરા બેઠકને લઈને પક્ષમાં ડબલ મેન્ડેટનો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે ગંભીર આક્ષેપ કર્યો છે કે ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ એક નહીં, પરંતુ બે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. તેમણે દાવો કર્યો કે બંને ઉમેદવારો દ્વારા સત્તાવાર મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા છે. આ ઘટના કોંગ્રેસમાં સંકલનના અભાવને દર્શાવે છે. આ મુદ્દે વેરાવળ તાલુકાના સવની ગામે કાર્યકરો અને ગ્રામ્ય આગેવાનોની તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક કાર્યકરોએ ખુલ્લેઆમ પક્ષના સ્થાનિક નેતૃત્વ પર ગેરવ્યવસ્થા અને અસ્પષ્ટતા માટે જવાબદાર ઠેરવ્યા હતા. સ્થાનિક સ્તરે કોંગ્રેસનો આ આંતરિક વિવાદ હવે જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલા ઊભી થયેલી આ પરિસ્થિતિ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે વિરોધીઓ માટે આ મુદ્દો એક મોટું રાજકીય હથિયાર બની શકે છે. હાલમાં કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કાર્યકરોમાં ઉઠેલો રોષ સમયસર શાંત નહીં થાય, તો આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કડીની SV ઇન્સ્ટિટ્યૂટમાં ₹9 લાખના પેકેજ સાથે પ્લેસમેન્ટ:'Celebration of Success-2026' અને 'Oorja' ટેલેન્ટ શો યોજાયો
    Next Article
    દિપેન દવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વિજયી:સુરેન્દ્રનગરના બ્રહ્મ સમાજ અને બાર એસોસિએશનો દ્વારા સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment