Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીએ કીર્તિમંદિરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા:વડોદરા મનપાના ભાજપના તમામ ઉમેદવારોએ સંકલ્પ લીધા

    2 days ago

    હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે રાજ્યમાં દરેક જગ્યાએ વિધિવત પ્રચારનો પ્રારંભ થયો છે. આજે વડોદરામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે ‘જનસેવા સંકલ્પ કાર્યક્રમ’માં હાજરી આપી હતી. મનપાના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લીધા આ કાર્યક્રમ કાલાઘોડા સર્કલ પાસે આવેલા કીર્તિમંદિર ખાતે યોજાયો હતો. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગર પાલિકામાં ઊભેલા તમામ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અહીંયાથી આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અવસરે સ્થાનિક નેતાઓ તેમજ ભાજપના કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા તમામ 76 ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ સંકલ્પમાં વિકાસની રાજનીતિ, ભારતીય સંસ્કૃતિની વિચારધારા તેમજ વારસાના ગૌરવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સંઘવીએ સામાજિક અને ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો સાથે ખાનગી હોટલમાં બેઠક યોજી ઉમેદવારોએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝનને વાસ્તવિક બનાવવા માટે સંપૂર્ણ તત્પરતા સાથે કામ કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટેની મહત્વની ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યો છે. આજથી તમામ ઉમેદવારો જોર શોરથી પ્રચાર અર્થે લાગી જશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કીર્તિમંદિર જનસેવા સંકલ્પ કાર્યક્રમ પૂર્ણ કરી સામાજિક અને ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો સાથે ખાનગી હોટલમાં બેઠક યોજી હતી. બાદમાં તેઓ વોર્ડ ૧,૩ અને વોર્ડ ૬ માં ચૂંટણી પ્રચાર અર્થે પહોંચશે. બાદમાં જિલ્લા ભાજપ શ્રી કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. બાદમાં તેઓ ભરૂચ ખાતે કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.
    Click here to Read More
    Previous Article
    આનંદનગર પોલીસ સ્ટેશનમાં યુવકે માથું ટીવી પર અથડાવ્યું:પટ્ટા-ટોપી ઉતારવાની ધમકી આપીને કોન્સ્ટેબલના અંગૂઠા પર બચકું ભર્યું, આંબેડકરની જન્મ જયંતીના ધ્વજને પણ ફાડ્યો'તો
    Next Article
    મહેસાણામાં 'જનસેવા સંકલ્પ સભા' સાથે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન:ચુડાસમાએ કહ્યું કે, કાર્યકર જનસંઘના સમયથી જ જનતાને સમર્પિત રહ્યો; 52 ઉમેદવારોએ જનસેવાના શપથ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment