Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદનગર પોલીસ સ્ટેશનમાં યુવકે માથું ટીવી પર અથડાવ્યું:પટ્ટા-ટોપી ઉતારવાની ધમકી આપીને કોન્સ્ટેબલના અંગૂઠા પર બચકું ભર્યું, આંબેડકરની જન્મ જયંતીના ધ્વજને પણ ફાડ્યો'તો

    11 hours ago

    અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારી સાથે યુવકે ઝપાઝપી કરી હતી. યુવકે પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભર્યું હતું, જ્યારે યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે યુવકે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપીને જાતે જ માથું ટીવી પર પછાડ્યું હતું. યુવકે પોલીસ પર ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે આનંદ નગર પોલીસે યુવક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આંબેડકરની જન્મ જયંતીના લગાવેલા ધ્વજને ફાડ્યો'તો આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ફરિયાદ નોંધાવી છે કે, આનંદનગરના ગોકુલ આવાસ ઔડાના મકાન ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લગાવેલા ધ્વજને વિજયસિંહ પરમારે ફાડી નાખતા જયવીરસિંહ ત્યાં બંદોબસ્તમાં હાજર હતાં. ત્યારે આવાસ યોજનાના મકાનની બાજુમાં ફેબ્રિકેશનની દુકાનમાંથી એક વ્યક્તિ સામાન બહાર કાઢતા હતા તેમને વિજયસિંહના ભાઈ કમલસિંહે રોક્યા હતા અને તે વ્યક્તિ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતાં. બાદમાં આ બંને વ્યક્તિઓ પોલીસ પાસે આવ્યા હતા. પોલીસે બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે કમલસિંહ પરમારે પોલીસ કર્મચારીઓને ગંદી ગાળો આપી અને હાથાપાઈ કરવા લાગ્યા હતાં. પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપી, અંગૂઠા પર બચકું ભર્યું કમલસિંહે એક પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભરી લીધું હતું. પોલીસે કમલસિંહને ગાડીમાં બેસાડ્યા અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા ત્યારે રસ્તામાં કમલસિંહે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપી હતી અને કઈ રીતે નોકરી કરો છો તેવુ કહ્યું હતું. ટીવી પર માથું ભટકાવી ટીવીની ડિસ્પ્લે તોડી, આરોપીની ધરપકડ જે બાદ કમલસિંહને સર્વેલ્ન્સ સ્કોડની ઓફિસમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે કહ્યું કે હું મારું માથું ભટકાવીને ઇજા કરી તમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીશ. કમલસિંહે સીસીટીવી માટે લગાવેલા ટીવી પર માથું ભટકાવી ટીવીની ડિસ્પ્લે તોડીને 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. કમલાસિંહે કરેલા હંગામા બાબતે આનંદનગર પોલીસે ફરિયાદ નોધી આરોપીની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અલવિદા આશાતાઈ:92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, આવતીકાલે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર
    Next Article
    હર્ષ સંઘવીએ કીર્તિમંદિરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા:વડોદરા મનપાના ભાજપના તમામ ઉમેદવારોએ સંકલ્પ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment