Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહત:આટકોટ એસટી બસ સ્ટેશનમાં મુસાફરોને મળશે નર્મદા નીર, કુલરમાં જોડાણ અપાયું

    18 hours ago

    આટકોટના બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી મુસાફરોને પીવા માટે ખુલ્લા કૂવામાંથી પાણી આપવામાં અાવતું હતું. જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં તંત્રને પોતાની જવાબદારીનું ભાન થયું હતું અને કૂવાને બંધ કરી કુલરમાં નર્મદાના નીરનું જોડાણ આપવામાં આવતા હવેથી મુસાફરોને ચોખ્ખું પાણી પીવા માટે મળશે. આટકોટ એસટી બસ સ્ટેશનમાં ખુલ્લા કૂવાનું પાણી આપવામાં આવતું હતું, જે પીવાલાયક ન હતું. દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કરાતાં જસદણ ડેપો મેનેજર દ્વારા અન્ય પાણીનો ટાંકો તો મુકવામાં આવ્યો હતો ત્યારે ઘણા સમય સુધી એમને પીવાનું નર્મદાનું કનેક્શન આપવામાં આવ્યું ન હતું જેને લઇ ફરીથી દિવ્ય ભાસ્કર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ડેપો મેનેજરે તાબડતોબ પગલાં લઇ તાત્કાલિક ધોરણે આ જોડાણ આપવામાં આવ્યું હતું. તેમજ બસ સ્ટેશન પાછળ શૌચાલયનો ખાડો ખુલ્લી હાલતમાં હતો. જે અંગે પણ દિવ્યભાસ્કર દ્વારા ફોલોઅપ લેવામાં આવતાં ડેપો મેનેજરે તાત્કાલિક ધોરણે કામગીરી કરાઇ હતી જેને લઇ આનંદનો લાગણી અનુભવાઈ હતી. હવે પીવાના પાણીનું કુલર ચાલુ કરી દેવામાં આવ્યું છે, હવે ગરમી વેગ પકડી રહી છે ત્યારે પીવાલાયક પાણી ઠંડુ થાય તે માટે જલદીથી પ્રયત્નો કરવા અને કૂલર રીપેર કરાવવા માગણી ઉઠી છે. કુલરમાં હવેથી કૂવાના બદલે નર્મદાના નીર ઠલવાશે અને નળ જોડાણ આપી દેવાતાં મુસાફરોમાં રાહત થઇ છે.
    Click here to Read More
    Previous Article
    નિયમમાં રાહતના સંકેત:સિરામિક માટે જરૂરી ગુજરાત ગેસના ભાવ નિયંત્રણ મુદ્દે બુધવારે મહત્ત્વની બેઠક મળશે
    Next Article
    US–Iran Talks Fail In Islamabad | વિશ્વ માટે માઠા સમાચાર , ઈરાન-અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment