Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિયમમાં રાહતના સંકેત:સિરામિક માટે જરૂરી ગુજરાત ગેસના ભાવ નિયંત્રણ મુદ્દે બુધવારે મહત્ત્વની બેઠક મળશે

    17 hours ago

    ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડની ઓફિસમાં હાલની સિરામિક ઉદ્યોગ માટે જરૂરી ગેસ સપ્લાયની વિકટ પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ગેસના એમડી અવંતિકા સિંહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તેમજ નરેન્દ્રભાઈ સંઘાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગેસના ભાવ મુદ્દે ગેસ કંપનીએ પોઝિટિવ અભિગમ દર્શાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને કમિટી સાથે ફરી 15/4 ના રોજ બેઠક યોજીને ભાવ અંગે નિર્ણય લેવાશે તેમ ઉમેર્યું હતું. બેન્ક ગેરંટી મુદ્દે બિલિંગ સાઇકલ 5 થી 7 દિવસ કરવા માટે કંપનીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. MGO વપરાશ મુદ્દે 100% વપરાશના નિયમમાં રાહત આપીને 80 થી 85 % વપરાશ માટે પણ પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે. આવતા અઠવાડિયામાં કમિટી દ્વારા નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસના કમરતોડ ભાવ સામે તાજેતરમાં જ ઉદ્યોગકારોએ મોરબી સ્થિત ગુજરાત ગેસની ઓફિસે રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. બુધવારે યોજાનારી બેઠક પર સઘળો મદાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    જર્મનીમાં એન્જિનિયરિંગ- નર્સિંગ ક્ષેત્રે નોકરીઓનો રાફડો ફાટશે:2029 સુધીમાં 50 લાખ લોકો રિટાયર થશે, પરિવાર સાથે સેટ થવાની સુવર્ણ તક
    Next Article
    રાહત:આટકોટ એસટી બસ સ્ટેશનમાં મુસાફરોને મળશે નર્મદા નીર, કુલરમાં જોડાણ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment