Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાશકારો:કાનમેર ગામે બંધ કુવામાં પાણીના ધોધ વછૂટતા ગ્રામજનોમાં ખુશી

    12 hours ago

    રાપર તાલુકાના કાનમેર ગામે પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામમાં વર્ષોથી પુરાઈ ગયેલા અને વિસરાઈ ગયેલા પ્રાચીન કુવાઓને સરપંચના માર્ગદર્શન હેઠળ પુનઃજીવિત કરાતા ગામમાં મીઠા પાણીના સ્ત્રોત ફરી જીવંત થયા છે. કાનમેર ગામના સરપંચ રામજીભાઈ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામમાં લાંબા સમયથી અમુક કુવાઓ કચરો અને માટી ભરાઈ જવાથી પુરાઈ ગયા હતા. આ કુવાઓને ફરીથી કાર્યરત કરવા માટે સાયડા ઊંડા ઉતારી સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. સફાઈ દરમિયાન કુવાની અંદરથી કુદરતી પાણીના ધોધ વહી નીકળતા જોનારા સૌ કોઈ દંગ રહી ગયા હતા. એકસાથે ત્રણ કુવાની સફાઈ કરાતા ત્રણેયમાં પીવાલાયક મીઠું પાણી મળી આવ્યું છે. આ સફળતાને પગલે કાનમેર ગામની જનતામાં હર્ષની લાગણી ફેલાઈ છે. વર્ષોથી પીવાના પાણી માટે જે મુશ્કેલી વેઠવી પડતી તેનો અંત આવ્યો છે જળ સંચય અને જૂના જળ સ્ત્રોતોને જીવંત કરવાની આ પહેલ અન્ય ગામો માટે પણ માર્ગદર્શક બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા:કપુરાઈ પોલીસે રોકડ, મોબાઈલ, મોપેડ સહિત 90 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    Mumbai is getting its fifth cricket stadium. Chirag Shetty, World No. 1, has no arena to call home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment