Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલને આઈ બેંકની મંજૂરી મળી‎

    12 hours ago

    જૂનાગઢની જીએમઇઆરએસ (GMERS) જનરલ હોસ્પિટલના આંખ વિભાગ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને આંખ વિભાગના વડા ડો. કિશન મકવાણાના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલને હવે આઈ બેંક, આઈ રીટ્રીવલ સેન્ટર, અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકેની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ નવી સુવિધા મળવાથી જૂનાગઢમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વધુ વેગવાન બનશે. અગાઉ ચક્ષુદાન દ્વારા મળેલ કોર્નિયાને પ્રોસેસિંગ માટે રાજકોટ મોકલવી પડતી હતી, પરંતુ હવે આઈ બેંક કાર્યરત થતા આ કામગીરી સ્થાનિક સ્તરે જ થશે. વધુમાં, ટૂંક સમયમાં જ અહીં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પણ શરૂ કરવામાં આવશે, જે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે નવું જીવન મેળવવાની આશા જગાવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ કુદરતી મૃત્યુના કિસ્સામાં 6 કલાકની અંદર નિર્ણય લઈ આંખ વિભાગને જાણ કરવાથી ઘરે બેઠા પણ ચક્ષુદાન કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં જ બે વ્યક્તિઓએ ચક્ષુદાન કરી આ અભિયાનમાં સાથ આપ્યો છે. આ સેવાનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને દ્રષ્ટિ પ્રદાન કરી સહભાગી બનવાનો છે. જૂનાગઢ સિવિલની આ સિદ્ધિ સમગ્ર જિલ્લાના દર્દીઓ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન માટે રાજકોટ ધક્કા નહીં જૂનાગઢમાં હવે કોર્નિયા (આંખની કીકી) ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓને રાજકોટ સુધીના લાંબા ધક્કા અને વધારાના આર્થિક ખર્ચમાંથી મુક્તિ મળશે. અગાઉ અહીંથી માત્ર આંખ મેળવી રાજકોટ મોકલવામાં આવતી હતી, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ ઓપરેશન શક્ય બનશે, જે દર્દીઓ માટે રાહતરૂપ થશે > ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સિવિલ સુપ્રીટેન્ડેન્ટ, જૂનાગઢ
    Click here to Read More
    Previous Article
    વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી:અંધ કન્યા છાત્રાલય ખાતે 96 જેટલા દર્દીઓએ નિ:શુલ્ક સારવારનો લાભ લીધો
    Next Article
    IPL 2026 Controversy: Lalit Modi Flags 'Anti-Corruption' Breach In RR vs RCB Game

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment