Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:જીવી જવાની લલિત કલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ, નિવૃત્તિમય પ્રવૃત્તિ!

    1 week ago

    એરિક ફ્રોમના એક પુસ્તકનું નામ છે, ‘Fear of Freedom’. નિવૃત્ત થવા જેવી રળિયામણી ઘટના બીજી કોઇ નથી. નિવૃત્તિ પણ શણગારવા જેવી ઘટના છે. ઘડપણ સાથે શાણપણ આવે જ એવું કોણે કહ્યું? ક્યારેક ઘડપણ એકલું જ આવતું હોય છે. આ શાણપણ તે વળી કઇ ચકલીનું નામ છે? સાંભળો: શ્વાસ ખૂટે, પરંતુ ઇચ્છા ન ખૂટે તેનું નામ મૃત્યુ! ઇચ્છા છૂટે, પરંતુ શ્વાસ ન ખૂટે તેનું નામ મોક્ષ! નિવૃત્ત થયા પછી પોતાની નવરાશ અસહ્ય લાગે ત્યારે કોઇ ને કોઇ રીતે કમાણી માટે બીજી કોઇ ગુલામી શોધી લેતા પામર વડીલને તમે જોયા છે? એ ડોસાબાપાને સ્વતંત્રતાનો ડર લાગે છે. પોતાની નિવૃત્તિ રળિયામણી બને તેવી મનગમતી પ્રવૃત્તિમાં મસ્તીથી જોડાઇ જવું એમાં જ શાણપણની શોભા રહેલી છે. ગીતામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેવા બે શબ્દો સાથોસાથ બે વખત પ્રયોજાયા છે. જીવી જવાની લલિત કલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ! નોકરીના છેલ્લા દિવસે જે માણસ ખેદ અનુભવે તેને ફુલ્લી નપાસ થયેલો જાણવો. લાંબી પગારદાર ગુલામી પછી આવી મળેલી આઝાદીને બે હાથ પહોળા કરીને ન આવકારે એવો માણસ ભગવાનની કોઇ પણ કૃપાને પાત્ર નથી હોતો. તમે ઘોડાને તળાવ સુધી ભલે તાણી જાઓ, પરંતુ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે છે. ગરીબીને કેવળ ધનના અભાવ સાથે જોડવાની જરૂર નથી. ગરીબીનો ખરો સંબંધ સુખી થવાની આકાંક્ષાના અભાવ સાથે રહેલો છે. કોઇ આચાર્ય નિવૃત્ત થાય અને કોઇ પટાવાળો નિવૃત્ત થાય એમાં ઝાઝો તફાવત ખરો? નિવૃત્તિ બડી સુંદર ચીજ છે, પરંતુ એ માણસને એક દુર્ગંધયુક્ત સ્વતંત્રતા આપે છે. એ છે ‘સડવાની સ્વતંત્રતા’. ચીમળાઇ ગયેલાં સો પુષ્પોની સામે પાંચ ખીલેલાં પુષ્પો ખિલખિલ હસી રહ્યાં છે. નિવૃત્તિ દરમિયાન જો માણસને મનગમતી પ્રવૃત્તિ ન મળે, તો તેનું જીવન કટાઇ ગયેલી બાલદી જેવું બની જાય છે. ગુજરાતની કેટલીય કોલેજોમાં અને નિશાળોમાં આજે પણ નિવૃત્તિ પહેલાં જ ચીમળાઇ ચૂકેલા હજારો નિસ્તેજ અને નિર્વીર્ય આચાર્યો જોવા મળશે. કામચોરી પણ ભ્રષ્ટાચારની જ બહેનપણી છે. ક્યારેક ટુવાલ જીવે તેના કરતાં મસોતું વધારે જીવે છે. મલયાલમ ભાષાની કહેવત છે કે ગાયના આંચળ પર બેઠેલા મચ્છરો કદી દૂધ નથી પીતા, લોહી જ પીએ છે! વાસણ ભંગાર બની જાય પછી વર્ષો સુધી હરામનું પેન્શન ખાતું રહે છે! આવા માણસોનાં નામ આગળ ‘મરહૂમ’ શબ્દ નથી યોજાયો એટલે તેઓ ‘જીવતા’ ગણાતા ફરે છે. કેટલાય આચાર્ય ગણાતા લોકો વાસ્તવમાં ‘લાચાર્ય’ હોય છે. વિષ્ણુગુપ્ત ચાણકયના આવા મૃત:પ્રાય વંશજોને કોઇ ચંદ્રગુપ્ત મળે ખરો? કટાઇ ગયેલો માણસ એટલે એવો માણસ, જે સવાર પડે ત્યારે સાંજની રાહ જુએ અને રાત પડે ત્યારે સવારની રાહ જુએ! પૂરતું કામ કર્યા વિના પગાર લેવો એ પણ ભ્રષ્ટાચાર છે. શિક્ષકોને કે અધ્યાપકોને પૂરતો પગાર આપ્યા વિના રોળવી ખાવા, એ પ્રાઇવેટ કોલેજોનો જાહેર ભ્રષ્ટાચાર છે. આવો ભ્રષ્ટાચાર કોઇ કર્મશીલ કરે તો તેને ‘પવિત્ર ભ્રષ્ટાચાર’ કહેવાનું યોગ્ય ખરું? શિયાળને કોણ કહે કે તારું મોં ગંધાય છે? ગિઅર વિનાની કાર જેવું આપણું જીવન નાના ફ્લેગ સ્ટેશન પરથી ઝડપભેર પસાર થઇ જતી રાજધાની એક્સપ્રેસની માફક પસાર થઇ જાય છે. પોતાને ખબર પણ ન પડે તેમ માણસ બાળક મટીને કિશોર અને કિશોર મટીને કુમાર બની જાય છે. કુમાર અવસ્થા ક્યારે વીતી ગઇ અને યુવા અવસ્થા ક્યારે શરૂ થઇ તેનો ખ્યાલ આવે, ત્યાં તો લગ્ન પણ થઇ ગયાં! લગ્નનો રોમાંચ હજી માંડ પૂરો થાય, ત્યાં તો પિતા કે માતાની ભૂમિકા ભજવવાની નોબત આવી પડી! થોડોક સમય વીતે ત્યાં તો નિવૃત્તિ પછીની વૃદ્ધાવસ્થા શરૂ! વિચાર સાથે મહોબ્બત ન કેળવાય તો સડવાની સ્વતંત્રતા મૃત્યુને વહેલું તાણી લાવે છે. પાઘડીનો વળ છેડે જીવનમાં એક સૂત્ર સતત યાદ રાખવા જેવું છે : ‘બટકુ રોટલો બીજા માટે.’ પોતાને પ્રાપ્ત થયેલા આખા રોટલામાંથી માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે ત્યારે સમગ્ર માનવતા એકરૂપ થઇ જાય છે. બટકુ રોટલો બીજાને ધરનાર માણસ અન્ય પર ઉપકાર નથી કરતો કારણ કે આપવામાં મળતો આનંદ અનેરો હોય છે. જીવનમાં એક વાર માણસને આપવાના આનંદનો સ્વાદ ચાખવા મળે પછી એનું જીવન આપોઆપ મધુર બનતું જાય છે. આવો ચમત્કાર બને પછી બધો ઉપદેશ ફિક્કો પડી જાય છે અને બધાં શાસ્ત્રો એ માણસના ટેકામાં થંભી જાય છે. અને રહી જાય છે: જીવનનો આનંદ! ઉપકાર માનવો જ હોય તો રોટલો સ્વીકારનાર પેલા માણસનો માનવો રહ્યો! રિક ફ્રોમના એક પુસ્તકનું નામ છે, ‘Fear of Freedom’. નિવૃત્ત થવા જેવી રળિયામણી ઘટના બીજી કોઇ નથી. નિવૃત્તિ પણ શણગારવા જેવી ઘટના છે. ઘડપણ સાથે શાણપણ આવે જ એવું કોણે કહ્યું? ક્યારેક ઘડપણ એકલું જ આવતું હોય છે. આ શાણપણ તે વળી કઇ ચકલીનું નામ છે? સાંભળો: શ્વાસ ખૂટે, પરંતુ ઇચ્છા ન ખૂટે તેનું નામ મૃત્યુ! ઇચ્છા છૂટે, પરંતુ શ્વાસ ન ખૂટે તેનું નામ મોક્ષ! નિવૃત્ત થયા પછી પોતાની નવરાશ અસહ્ય લાગે ત્યારે કોઇ ને કોઇ રીતે કમાણી માટે બીજી કોઇ ગુલામી શોધી લેતા પામર વડીલને તમે જોયા છે? એ ડોસાબાપાને સ્વતંત્રતાનો ડર લાગે છે. પોતાની નિવૃત્તિ રળિયામણી બને તેવી મનગમતી પ્રવૃત્તિમાં મસ્તીથી જોડાઇ જવું એમાં જ શાણપણની શોભા રહેલી છે. ગીતામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેવા બે શબ્દો સાથોસાથ બે વખત પ્રયોજાયા છે. જીવી જવાની લલિત કલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ! નોકરીના છેલ્લા દિવસે જે માણસ ખેદ અનુભવે તેને ફુલ્લી નપાસ થયેલો જાણવો. લાંબી પગારદાર ગુલામી પછી આવી મળેલી આઝાદીને બે હાથ પહોળા કરીને ન આવકારે એવો માણસ ભગવાનની કોઇ પણ કૃપાને પાત્ર નથી હોતો. તમે ઘોડાને તળાવ સુધી ભલે તાણી જાઓ, પરંતુ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે છે. ગરીબીને કેવળ ધનના અભાવ સાથે જોડવાની જરૂર નથી. ગરીબીનો ખરો સંબંધ સુખી થવાની આકાંક્ષાના અભાવ સાથે રહેલો છે. કોઇ આચાર્ય નિવૃત્ત થાય અને કોઇ પટાવાળો નિવૃત્ત થાય એમાં ઝાઝો તફાવત ખરો? નિવૃત્તિ બડી સુંદર ચીજ છે, પરંતુ એ માણસને એક દુર્ગંધયુક્ત સ્વતંત્રતા આપે છે. એ છે ‘સડવાની સ્વતંત્રતા’. ચીમળાઇ ગયેલાં સો પુષ્પોની સામે પાંચ ખીલેલાં પુષ્પો ખિલખિલ હસી રહ્યાં છે. નિવૃત્તિ દરમિયાન જો માણસને મનગમતી પ્રવૃત્તિ ન મળે, તો તેનું જીવન કટાઇ ગયેલી બાલદી જેવું બની જાય છે. ગુજરાતની કેટલીય કોલેજોમાં અને નિશાળોમાં આજે પણ નિવૃત્તિ પહેલાં જ ચીમળાઇ ચૂકેલા હજારો નિસ્તેજ અને નિર્વીર્ય આચાર્યો જોવા મળશે. કામચોરી પણ ભ્રષ્ટાચારની જ બહેનપણી છે. ક્યારેક ટુવાલ જીવે તેના કરતાં મસોતું વધારે જીવે છે. મલયાલમ ભાષાની કહેવત છે કે ગાયના આંચળ પર બેઠેલા મચ્છરો કદી દૂધ નથી પીતા, લોહી જ પીએ છે! વાસણ ભંગાર બની જાય પછી વર્ષો સુધી હરામનું પેન્શન ખાતું રહે છે! આવા માણસોનાં નામ આગળ ‘મરહૂમ’ શબ્દ નથી યોજાયો એટલે તેઓ ‘જીવતા’ ગણાતા ફરે છે. કેટલાય આચાર્ય ગણાતા લોકો વાસ્તવમાં ‘લાચાર્ય’ હોય છે. વિષ્ણુગુપ્ત ચાણકયના આવા મૃત:પ્રાય વંશજોને કોઇ ચંદ્રગુપ્ત મળે ખરો? કટાઇ ગયેલો માણસ એટલે એવો માણસ, જે સવાર પડે ત્યારે સાંજની રાહ જુએ અને રાત પડે ત્યારે સવારની રાહ જુએ! પૂરતું કામ કર્યા વિના પગાર લેવો એ પણ ભ્રષ્ટાચાર છે. શિક્ષકોને કે અધ્યાપકોને પૂરતો પગાર આપ્યા વિના રોળવી ખાવા, એ પ્રાઇવેટ કોલેજોનો જાહેર ભ્રષ્ટાચાર છે. આવો ભ્રષ્ટાચાર કોઇ કર્મશીલ કરે તો તેને ‘પવિત્ર ભ્રષ્ટાચાર’ કહેવાનું યોગ્ય ખરું? શિયાળને કોણ કહે કે તારું મોં ગંધાય છે? ગિઅર વિનાની કાર જેવું આપણું જીવન નાના ફ્લેગ સ્ટેશન પરથી ઝડપભેર પસાર થઇ જતી રાજધાની એક્સપ્રેસની માફક પસાર થઇ જાય છે. પોતાને ખબર પણ ન પડે તેમ માણસ બાળક મટીને કિશોર અને કિશોર મટીને કુમાર બની જાય છે. કુમાર અવસ્થા ક્યારે વીતી ગઇ અને યુવા અવસ્થા ક્યારે શરૂ થઇ તેનો ખ્યાલ આવે, ત્યાં તો લગ્ન પણ થઇ ગયાં! લગ્નનો રોમાંચ હજી માંડ પૂરો થાય, ત્યાં તો પિતા કે માતાની ભૂમિકા ભજવવાની નોબત આવી પડી! થોડોક સમય વીતે ત્યાં તો નિવૃત્તિ પછીની વૃદ્ધાવસ્થા શરૂ! વિચાર સાથે મહોબ્બત ન કેળવાય તો સડવાની સ્વતંત્રતા મૃત્યુને વહેલું તાણી લાવે છે. પાઘડીનો વળ છેડે જીવનમાં એક સૂત્ર સતત યાદ રાખવા જેવું છે : ‘બટકુ રોટલો બીજા માટે.’ પોતાને પ્રાપ્ત થયેલા આખા રોટલામાંથી માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે ત્યારે સમગ્ર માનવતા એકરૂપ થઇ જાય છે. બટકુ રોટલો બીજાને ધરનાર માણસ અન્ય પર ઉપકાર નથી કરતો કારણ કે આપવામાં મળતો આનંદ અનેરો હોય છે. જીવનમાં એક વાર માણસને આપવાના આનંદનો સ્વાદ ચાખવા મળે પછી એનું જીવન આપોઆપ મધુર બનતું જાય છે. આવો ચમત્કાર બને પછી બધો ઉપદેશ ફિક્કો પડી જાય છે અને બધાં શાસ્ત્રો એ માણસના ટેકામાં થંભી જાય છે. અને રહી જાય છે: જીવનનો આનંદ! ઉપકાર માનવો જ હોય તો રોટલો સ્વીકારનાર પેલા માણસનો માનવો રહ્યો! Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:અવકાશયાત્રીઓ માટે ભોજન તૈયાર કરો, સાત કરોડનું ઈનામ મેળવો
    Next Article
    કવર સ્ટોરી:એઆઈ: જાસૂસી અને ભવિષ્યનાં યુદ્ધોનું ‘માસ્ટરમાઈન્ડ’ અને નૈતિકતાનો સંઘર્ષ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment