Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમય રૈનાની મજાક પર અમિતાભ બચ્ચનની ગંભીર ટિપ્પણી:ડિજિટલ દુનિયાના દબાણ પર ચિંતા વ્યક્ત કરી, લખ્યું- 'મગજનું વિચારવાવાળું બટન હવે નેટના હાથમાં છે'

    11 hours ago

    સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેંટ’ કોન્ટ્રોવર્સી પછી શો 'સ્ટિલ અલાઇવ'થી સ્ટેન્ડ અપ કોમેડીમાં વાપસી કરી છે. તેમાં તેણે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની પણ ખૂબ મજાક ઉડાવી છે. હવે અમિતાભ બચ્ચને એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે ડિજિટલ યુગમાં વધી રહેલા માનસિક દબાણ પર વાત કરી છે. સમયની બદલાતી ગતિ પર ચિંતા વ્યક્ત કરી સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં જ તેમના બ્લોગ પર એક ખૂબ જ ઊંડી અને વિચારતા કરી મૂકે તેવી વાત શેર કરી છે. તેમનું કહેવું છે કે, આજના આ ડિજિટલ યુગમાં દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ ગયો છે. જે લોકોએ જૂના સમયથી લઈને અત્યાર સુધીના પરિવર્તનો જોયા છે, તેમના માટે આ બદલાવ એક રસપ્રદ પરંતુ પડકારજનક સફર જેવો છે. પહેલાના સમયની રફ્તાર અલગ હતી, લોકો વસ્તુઓને ધીમે-ધીમે સમજતા હતા. આજે બધું જ ઝડપી છે, ત્વરિત છે અને સતત બદલાઈ રહ્યું છે. 'કઈ વસ્તુ અસલી છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે' તેમણે લખ્યું, 'દરેક દિવસ નવા વિચારો અને આઈડિયા લઈને આવે છે અને દરેક વિચારને એટલી જ ધગશથી પૂરો કરવાની ઈચ્છા પણ હોય છે. આ બધું એકસાથે કરી શકાતું નથી, તેથી તમે 'એક સમયે એક જ કામ'ના સિદ્ધાંત પર ચાલો છો. ઠીક છે, પરંતુ મન વારંવાર યાદ અપાવતું રહે છે કે, હજી શું-શું કરવાનું બાકી છે અને તેને લગતી બેચેની પણ બની રહે છે, એટલે તમે બધું છોડીને આરામથી બેસી જાઓ છો. એવી આશામાં કે મન પોતાની આ ઉછળ-કૂદ બંધ કરી દેશે, પરંતુ ના, એવું થતું નથી અને ઇન્ટરનેટનું તોફાન જોરશોરથી ચાલે છે, જે તમારું ધ્યાન એટલી બધી વસ્તુઓ તરફ ખેંચી લે છે કે એ સમજવું ખૂબ મુશ્કેલ બની જાય છે કે અસલી વસ્તુ કઈ છે અને કઈ સાચી છે?' 'નવી વસ્તુ મેળવવાની દોડમાં જૂની વસ્તુને પાછળ છોડી દઈએ છીએ' અમિતાભ બચ્ચને આગળ લખ્યું, 'જરૂરિયાતનું જે જરૂરી કન્ટેન્ટ હોય છે, તેની ક્યારેક અવગણના થઈ જાય છે અથવા તો મન દરેક વસ્તુ પર ધ્યાન આપવા માંગે છે. હવે, જોકે સાચા વિચારો શોધવાની અને જવાબ મેળવવાની રીતો ઘણી સારી થઈ ગઈ છે. માહિતી મેળવવાની રફ્તાર હવે માત્ર એક બટન દબાવવા જેટલી ઝડપી થઈ ગઈ છે. આ મગજના 'વિચારવાવાળા બટન'થી નથી થતું, જેને હવે 'નેટ' નામના આ માધ્યમે પાછળ છોડી દીધું છે અને નવી-નવી માહિતી આપણને મજબૂર કરે છે કે આપણે સૌથી નવી વસ્તુઓની પાછળ ભાગીએ અને જૂની, જાણીતી વસ્તુઓને પાછળ છોડી દઈએ.' સમય રૈનાએ શું કહ્યું હતું? સમય રૈનાએ 'સ્ટિલ અલાઇવ'થી સ્ટેન્ડઅપ કોમેડીમાં કમબેક કર્યું છે. તેના પહેલા વીડિયોમાં તેણે અમિતાભ બચ્ચનની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે, 'જ્યારે તે 'કૌન બનેગા કરોડપતિ'માં પહોંચ્યો, ત્યારે તે ઘણા પ્રશ્નો કરવા માંગતો હતો, જે કરી શક્યો નહીં. તેમાંથી એક હતો કે તમે આટલી પોલિયોની એડ કરી છે, તો તમે તમારા દીકરા (અભિષેક બચ્ચન)ને કેમ પગભર ઊભો ન કરી શક્યા.' સમયે એ પણ કહ્યું હતું કે, 'કૌન બનેગા કરોડપતિ'માં બોલાવ્યા પછી અમિતાભ બચ્ચનને તે ખૂબ પસંદ આવ્યો હતો. તેમણે સમય રૈનાને જોવા માટે આખા પરિવાર અભિષેક, ઐશ્વર્યા, જયાને ભેગા કર્યા હશે, પરંતુ જ્યારે તેને ખબર પડી હશે કે સમયે શું કર્યું છે? ત્યારે તેણે લોહીની ઉલટી કરી હશે. સમયે કહ્યું, 'અમિતાભ બચ્ચન સાથે 'સૂર્યવંશમ' થઈ ગયું હશે.' KBC સીઝન 16માં હોટ સીટ પર પહોંચ્યો હતો સમય રૈના 'કૌન બનેગા કરોડપતિ સીઝન 16'માં કોમેડિયન અને યુટ્યુબર સ્પેશિયલ એપિસોડમાં સમય રૈના મહેમાન બન્યો હતો. તે તન્મય ભટ્ટ સાથે હોટ સીટ સુધી પહોંચ્યો હતો. શો દરમિયાન સમય રૈના રમુજી અંદાજમાં અમિતાભ બચ્ચનની મસ્તી કરતો જોવા મળ્યો હતો. કોમેડિયને 'સૂર્યવંશમ'ને ટ્રોલ કરી હતી KBC 16ના એ ખાસ એપિસોડમાં સમય રૈનાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ'ની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે, 'મેં તમારી પહેલી ફિલ્મ જોઈ હતી, તે 'સૂર્યવંશમ' હતી. બીજી પણ 'સૂર્યવંશમ' જ જોઈ હતી અને ત્રીજી પણ 'સૂર્યવંશમ' હતી. કારણ કે, સેટ મેક્સ પર તે વારંવાર આવતી હતી. જ્યારે તમને ગઈકાલે ખબર પડી ગઈ હતી કે, ખીરમાં ઝેર છે તો આજે ફરી ખીર કેમ ખાધી?' સમયે 'બિગ બી' પાસે પ્રોપર્ટીમાં હિસ્સો માગ્યો હતો! શો દરમિયાન અમિતાભે તેમની ફિલ્મ 'શહેનશાહ'નો ફેમસ ડાયલોગ- 'રિશ્તે મેં તો, હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ...' બોલ્યો હતો. વાત-વાતમાં તકનો લાભ લઈને સમય તરત જ રમુજી અંદાજમાં કહ્યું હતું કે, 'તમે દીકરો બનાવ્યો જ છે, તો પ્રોપર્ટીમાં પણ અડધો હિસ્સો આપી દો...'આ સાંભળી અમિતાભ બચ્ચન જોર-જોરથી હસવા લાગ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘અર્થ’નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 22- યુદ્ધવિરામ ઘણીવાર Asset Classમાં તીવ્ર અને ઝડપી પરિવર્તન લાવે છે
    Next Article
    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 હજાર ઉમેદવારો નોંધાયા:મનપા 4703, ન.પા. 4958, જિલ્લા-તાલુકા પંચાયતમાં 16,555 ફોર્મ ભરાયા, છેલ્લા દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment