Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો:અંતિમ દિવસે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મનપામાં ઉમેદવારી ફોર્મનો રાફડો ફાટ્યો

    9 hours ago

    મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા વહીવટી તંત્ર પાસે ફોર્મનો મોટો ભરાવો થયો છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ અને મહેસાણા મહાનગરપાલિકાની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવામાં આવી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારોની ભારે પડાપડી વચ્ચે ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકા પંચાયતોમાં રસાકસીનો જંગ જિલ્લાની 10 તાલુકા પંચાયતો માટે કુલ 716 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં વિજાપુર તાલુકા પંચાયત 100 ફોર્મ સાથે મોખરે છે, જ્યારે મહેસાણા તાલુકા પંચાયતમાં 96 ફોર્મ નોંધાયા છે. અન્ય તાલુકાઓની સ્થિતિ નીચે મુજબ છે. નગરપાલિકાઓમાં 422 ઉમેદવારી પત્રો જમા જિલ્લાની 5 નગરપાલિકાઓમાં કુલ 422 ઉમેદવારી પત્રો જમા થયા છે. આ પૈકી ઊંઝા નગરપાલિકામાં સૌથી વધુ 117 ફોર્મ અને વિસનગરમાં 104 ફોર્મ આવ્યા છે. આ ઉપરાંત વિજાપુરમાં 77, કડીમાં 72 અને બેચરાજી નગરપાલિકા માટે 52 ફોર્મ ભરાયા છે. મહાનગરપાલિકામાં કુલ 171 ઉમેદવારી પત્રો ભરાયા નવનિર્મિત મહેસાણા મહાનગરપાલિકા માટે કુલ 171 ઉમેદવારી પત્રો ભરાયા છે. વોર્ડ મુજબની વિગતોમાં વોર્ડ નંબર 1 થી 5 માં 69 ફોર્મ, વોર્ડ નંબર 6 થી 9 માં 47 ફોર્મ અને વોર્ડ નંબર 10 થી 13 માં 55 ફોર્મનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ટિકિટ ઠુકરાવી પણ વોર્ડ ન બદલાયો:AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ડો. પ્રીતિ સદાદિયાનો કોંગ્રેસમાં પ્રવેશ, આજે વોર્ડ-12માંથી જ ઉમેદવારી નોંધાવતા અનેક સવાલો
    Next Article
    2 US Warships Cross Strait In First Such Transit Since Iran War Began

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment