Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP 12 હજાર બેઠકો પર ચૂંટણી લડશે:ઈસુદાન ગઢવીએ કહ્યું, બાપ-બેટાની રાજનીતિ ખતમ કરી સામાન્ય માણસને ટિકિટ આપીશું

    4 days ago

    ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આપ આ વખતે ગુજરાતની તમામ 12,000 બેઠકો પર પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઉમેદવારોના સેન્સ લેવા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુની પ્રક્રિયા આ અંગે ઈસુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા રાજ્યભરમાં 7 ઝોન મુજબ કમિટીઓની રચના કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ગત 10 તારીખથી ઉમેદવારોના સેન્સ લેવા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં હજારો કાર્યકરો અને નાગરિકોએ ચૂંટણી લડવા માટે ઉત્સાહ દાખવ્યો છે. 'ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે' પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, ઉમેદવારોનું એ, બી અને સી ગ્રેડમાં વિભાજન કરી ચર્ચાઓ કરવામાં આવશે. આગામી 16, 17 અને 18 તારીખ દરમિયાન જેતે ઝોનના સંભવિત ઉમેદવારોના નામો પર આખરી મંથન કરવામાં આવશે. ત્રણ દિવસના ગહન સ્ક્રીનિંગ બાદ પક્ષ દ્વારા ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. 'બાપ-બેટાની રાજનીતિ ખતમ કરી સામાન્ય માણસને ટિકિટ આપીશું' પરંપરાગત પક્ષો પર પ્રહાર કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતમાં માત્ર બાપ-બેટાની નીતિ ચાલતી હતી, જ્યાં મોટા નેતાઓના સંતાનોને જ તક મળતી હતી. પરંતુ આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે ઓપન ટુ ઓલ પોલિસી હેઠળ સામાન્ય માણસને લડવા માટે મોકો આપીશું. ગુજરાતમાં પહેલીવાર કોઈ પક્ષ પરિવારવાદથી અલગ હટીને જનતાના પ્રતિનિધિ નક્કી કરી રહ્યો છે. ઉમરેઠ વિધાનસભા બેઠકમાં પણ ઉમેદવાર ઉતારશે? ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી છે તે મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, આ અંગે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ ચાલુ છે. આગામી સમયમાં કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય લેશે તે મુજબ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે જનતા આપ તરફ આશાભરી નજરે જોઈ રહી હોવાનો દાવો પ્રદેશ અધ્યક્ષે કર્યો હતો. આમ 12,000 બેઠકો પર ચૂંટણી લડવાના મક્કમ નિર્ધાર સાથે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:બેંક ખાતા ભાડે આપી 3.86 કરોડની છેતરપિંડી, છ શખ્સો સામે ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ
    Next Article
    LPGના અભાવે રેલવે કેન્ટીનને લાગ્યા તાળા:150થી વધુ કર્મચારીઓ મોંઘુ ભોજન જમવા માટે મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment