Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPGના અભાવે રેલવે કેન્ટીનને લાગ્યા તાળા:150થી વધુ કર્મચારીઓ મોંઘુ ભોજન જમવા માટે મજબૂર

    4 days ago

    ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરો હવે સ્થાનિક સ્તરે છેવાડાના માનવીના રસોડા સુધી પહોંચી ગઈ છે. દાહોદમાં વર્ષોથી કાર્યરત અને હજારો રેલવે કર્મચારીઓની જઠરાગ્નિ ઠારતી રેલવે કેન્ટીન પર આજે અચાનક તાળા મારી દેવામાં આવ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ કોઈ આંતરિક વિવાદ નહીં, પરંતુ આ દેશો વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે સર્જાયેલી LPG (કોમર્શિયલ ગેસ સિલિન્ડર)ની ભારે અછત છે. રેલવેના શ્રમિકો અને અધિકારીઓ જેમના માટે આ કેન્ટીન આશીર્વાદ સમાન હતી, તેઓ આજે ભોજન માટે પરેશાન થઈ રહ્યા છે. અંગ્રેજોના સમયનું કારખાનું અને વર્ષો જૂની ભોજનની પરંપરા દાહોદમાં અંગ્રેજ શાસનકાળથી સ્થાપિત રેલવેનું વિશાળ કારખાનું આવેલું છે, જ્યાં હજારો કર્મચારીઓ રાત-દિવસ કાર્યરત હોય છે. આ કર્મચારીઓ અને અધિકારીઓના જમવા માટે વર્ષોથી અહીં રેલવે કેન્ટીન ચલાવવામાં આવે છે. આ કેન્ટીન માત્ર એક ભોજનનું સ્થળ નથી, પણ શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક ભોજનનું પ્રતીક છે. અહીં નજીવી કિંમતમાં પૌષ્ટિક આહાર પીરસવાની પરંપરા દાયકાઓથી અવિરત ચાલી રહી હતી, જે આજે ગેસના અભાવે થંભી ગઈ છે. માત્ર 30 રૂપિયામાં મળતું હતું ભરપેટ ભાણું મોંઘવારીના આ યુગમાં જ્યાં સાદું લંચ પણ 100-150 રૂપિયામાં મળે છે, ત્યાં આ રેલવે કેન્ટીન કર્મચારીઓ માટે દેવદૂત સમાન હતી. અહીં માત્ર 30 રૂપિયાની નજીવી કિંમતમાં દાળ, ભાત, શાક, 5 રોટલી, પાપડ અને છાશ જેવું સંપૂર્ણ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવતું હતું. ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા શ્રમિક વર્ગના કર્મચારીઓ માટે આ કેન્ટીન જ એકમાત્ર આશરો હતી. આજે આ સુવિધા છીનવાઈ જતાં કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની તીવ્ર અછત હાલમાં ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG, CNG અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પુરવઠા પર માઠી અસર પડી છે. અછતના એંધાણ વર્તાતા જ બજારમાં પેનિક જેવો માહોલ સર્જાયો છે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને મળતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે દાહોદની આ કેન્ટીન ચલાવવી અશક્ય બની ગઈ છે. સંચાલકોએ મજબૂરીમાં કેન્ટીન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP 12 હજાર બેઠકો પર ચૂંટણી લડશે:ઈસુદાન ગઢવીએ કહ્યું, બાપ-બેટાની રાજનીતિ ખતમ કરી સામાન્ય માણસને ટિકિટ આપીશું
    Next Article
    Surat Gas Shortage | સુરાતના ઉમરા સ્મશાન માટે ગેસ મુદ્દે ચિંતાજનક સમાચાર | Umra | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment