Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રોડ ટુ હેવન' પર ડ્રોન ઉડાડવા સામે પ્રતિબંધ:વન્યજીવોના રક્ષણ માટે નિર્ણય, વન વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

    15 hours ago

    કચ્છના વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ 'રોડ ટુ હેવન' પર હવે ડ્રોન શૂટિંગ કરવું પ્રવાસીઓ માટે મુશ્કેલી નોતરી શકે છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાપર ઉત્તર વાઇલ્ડલાઇફ વિભાગે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડી કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ નિર્ણય શા માટે લેવાયો? 'રોડ ટુ હેવન' માર્ગની બંને તરફ કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય આવેલું છે. આ વિસ્તાર વિદેશી પક્ષીઓ, ખાસ કરીને ફ્લેમિંગો (હંજ) માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ડ્રોનનો અવાજ અને તેની હિલચાલને કારણે આ પક્ષીઓના કુદરતી રહેઠાણમાં ખલેલ પડે છે અને તેમને નુકસાન થવાની ભીતિ રહેલી છે. પક્ષીઓની સુરક્ષા અને સંરક્ષણને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ મનાઈ હુકમ લાગુ કર્યો છે. તંત્રની કાર્યવાહી અને સૂચના રાપર ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) રાહુલ દેસાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે: સમગ્ર 'રોડ ટુ હેવન' વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધના સાઇન બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ પરવાનગી વગર ડ્રોન ઉડાડશે તો તેની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વિસ્તારની જૈવવિવિધતા જાળવવામાં સહયોગ આપે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કોંગ્રેસ 3 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરી શકી નહીં:52માંથી અધૂરા ફોર્મ, સોગંદનામા કે દાખલાના અભાવે રદ
    Next Article
    ભાજપના 7 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ:પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ 12ની 4, તાલુકા પંચાયતની 3 બેઠકો પર જીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment