Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ:ધારાસભ્ય-અધિકારી આમને-સામને, પક્ષપાતના આક્ષેપોથી રાજકીય તણાવ

    10 hours ago

    વેરાવળ પાલિકા ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય તણાવ સર્જાયો છે. ચૂંટણી અધિકારીએ નિયત સમયમર્યાદામાં ઉમેદવાર હાજર ન રહેતા ફોર્મ અસ્વીકાર કર્યાનું જણાવ્યું છે. જોકે, કોંગ્રેસે આ નિર્ણયને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા તાત્કાલિક ચૂંટણી કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે ઉમેદવારનું ફોર્મ સ્વીકારવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી વચ્ચે લગભગ અડધો કલાક સુધી તીવ્ર દલીલો થઈ હતી, જેના કારણે સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચૂંટણી અધિકારી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અધિકારી નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે અને ભાજપના એજન્ટની જેમ વર્તન કરી રહ્યા છે. ચુડાસમાએ ઉમેર્યું હતું કે, "અધિકારીઓ ભાજપના ઉમેદવાર હોય તેવી રીતે કામગીરી કરી રહ્યા છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે." બીજી તરફ, તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી નિયમાવલિ મુજબ નિયત સમય બાદ આવેલા ઉમેદવારનું ફોર્મ સ્વીકારવું શક્ય નથી. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા નિયમ અનુસાર જ કરવામાં આવી છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની જાહેરાત કરી છે. આ મુદ્દે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતા છે. વેરાવળ શહેરમાં આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન- અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં એક કલાકથી વાતચીત:વાટાઘાટોમાં ભાગ લેવા ચીન પણ પહોંચ્યું; હોર્મુઝ અને લેબનોનના મુદ્દે ચર્ચા, ઈરાને કહ્યું- મિટિંગ ફેલ થઈ તો US જવાબદાર
    Next Article
    Ahmedabad BREAKING News | મતદાન પહેલા ભાજપને મળી શકે છે જીત | BJP | Sthanik Swaraj Election 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment