Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકા અને ઈરાનની મિટિંગ ગોટે ચડી:બંને દેશો સીધી વાત નથી કરતા, પાકિસ્તાની અધિકારીઓ વાત પહોંચાડી રહ્યા છે; ઈસ્લામાબાદમાં બે દિવસનો કરફ્યૂ

    3 days ago

    પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મિટિંગ થવાની છે. આ માટે બંને દેશોના નેતા પાકિસ્તાન પહોંચી ગયા છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વાતચીત કરશે અને ઈરાન તરફથી ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલીબાફ વાતચીત કરશે. અત્યારે બંને દેશોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વન ટુ વન મિટિંગ કરી લીધી છે. હવે શરીફ ફરીવાર એકબીજા દેશોને શરતો પહોંચાડશે. જો શરતો માન્ય રહેશે તો અમેરિકા અને ઈરાન સામસામા ટેબલ પર આવશે. અત્યારે પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા સુપેરે નિભાવી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું. સાંજે 5:30 વાગ્યે મળતી માહિતી મુજબ, ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે મિટિંગ ક્યાં થઈ રહી છે તે કોઈને ખબર નથી. બંને દેશોના નેતા અલગ અલગ બેઠા છે અને પાકિસ્તાન મારફત વાતો પહોંચાડી રહ્યા છે. અલ જઝીરાનો રિપોર્ટ એવું કહે છે કે બંને દેશો એક ટેબલ આવીને સામસામે વાતો નથી કરતા. લગભગ કરશે પણ નહીં. બીજી તરફ ઈસ્લામાબાદમાં બે દિવસનો કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે જેથી મિટિંગ સ્થળ આસપાસ સુરક્ષા જળવાઈ રહે. બીજી તરફ ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ કહ્યું કે અમેરિકાએ વારંવાર પોતાના વચનો તોડ્યા છે અને ડિપ્લોમેટિક દગો કર્યો છે. આ જ કારણ છે કે ઈરાન તેના પર વિશ્વાસ નથી કરતું. તેમણે કહ્યું કે સરકાર ઈરાની લોકોના હિતો અને અધિકારોનું રક્ષણ કરવા માટે પોતાની બધી શક્તિથી લડશે. અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે પાકિસ્તાન પહોંચ્યા છે. ઈરાનનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરી રહ્યા છે, અને ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ કરી રહ્યા છે. ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    IPLમાં હૈદરાબાદે પંજાબને 220નો ટાર્ગેટ આપ્યો:અભિષેક શર્માએ 28 બોલમાં 74 રન બનાવ્યા; અર્શદીપ-શશાંકને 2-2 વિકેટ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AAPના મહિલા ઉમેદવારે કલેક્ટર કચેરીએ ફિનાઈલ ગટગટાવ્યું, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ-આપ કાર્યકરો આમને સામને

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment