Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકા અને ઈરાને શાંતિની શરતો પાકિસ્તાનને જણાવી દીધી:હવે બંને દેશો વચ્ચે સામસામે વાત કરાવવાની કોશિશ; ઈરાની ટીવીનો ધડાકો- શરતો પૂરી નહીં થાય તો વાતચીત પણ નહીં થાય

    1 day ago

    પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મિટિંગ થવાની છે. આ માટે બંને દેશોના નેતા પાકિસ્તાન પહોંચી ગયા છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વાતચીત કરશે અને ઈરાન તરફથી ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલીબાફ વાતચીત કરશે. અત્યારે બંને દેશોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વન ટુ વન મિટિંગ કરી લીધી છે. હવે શરીફ ફરીવાર એકબીજા દેશોને શરતો પહોંચાડશે. જો શરતો માન્ય રહેશે તો અમેરિકા અને ઈરાન સામસામા ટેબલ પર આવશે. અત્યારે પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા સુપેરે નિભાવી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું. બીજી તરફ ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ કહ્યું કે અમેરિકાએ વારંવાર પોતાના વચનો તોડ્યા છે અને ડિપ્લોમેટિક દગો કર્યો છે. આ જ કારણ છે કે ઈરાન તેના પર વિશ્વાસ નથી કરતું. તેમણે કહ્યું કે સરકાર ઈરાની લોકોના હિતો અને અધિકારોનું રક્ષણ કરવા માટે પોતાની બધી શક્તિથી લડશે. અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે પાકિસ્તાન પહોંચ્યા છે. ઈરાનનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરી રહ્યા છે, અને ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ કરી રહ્યા છે. ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદે ચોથી વિકેટ ગુમાવી:અનિકેત વર્મા 18 રન બનાવીને રનઆઉટ; યાનસનના સિંગલ હેન્ડ કેચથી ઈશાન આઉટ
    Next Article
    અરવલ્લીમાં ટ્રાફિક મેગા ડ્રાઇવ શરૂ:બ્લેક ફિલ્મ, ઓવરસ્પીડિંગ સામે કડક કાર્યવાહી, ચૂંટણી સુધી ચાલુ રહેશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment