Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લામાં વરસાદની ખેંચ:આ વર્ષે સિઝનનો માત્ર 18 ટકા વરસાદ નોંધાતા ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા

    1 day ago

    મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ માત્ર 18 ટકા જ વરસાદ નોંધાયો છે, જેના કારણે ચાલુ જુલાઈ મહિનામાં જ 20 ટકા જેટલી મોટી વરસાદી ઘટ વર્તાઈ રહી છે. ચાલુ વર્ષે સિઝનનો સરેરાશ 5.47 ઈંચ વરસાદ પડ્યો સામાન્ય રીતે જિલ્લામાં સિઝનનો સરેરાશ 737 મિલીમીટર (29 ઈંચ) વરસાદ પડતો હોય છે, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 139.50 મિલીમીટર (5.47 ઈંચ) જ વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણી કરીએ તો, ગયા વર્ષે જુલાઈ મહિનાની આ જ તારીખ સુધીમાં 283 મિલીમીટર (11.14 ઈંચ) કરતા વધુ વરસાદ પડી ચૂક્યો હતો, જે દર્શાવે છે કે આ વર્ષે મેઘરાજાએ હજુ જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી નથી. 'પાકને હળવું પિયત આપવું જોઈએ' વરસાદના આ ગંભીર અભાવની સીધી અસર ખરીફ પાકના વાવેતર પર જોવા મળી રહી છે. જિલ્લામાં સામાન્ય રીતે 2.81 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે, પરંતુ ચાલુ સીઝનમાં અપૂરતા વરસાદને કારણે અત્યાર સુધીમાં માત્ર 71 હજાર હેક્ટર વિસ્તારમાં જ વાવેતર શક્ય બન્યું છે. આ મર્યાદિત વાવેતર પણ માત્ર એવા ખેડૂતો જ કરી શક્યા છે. જેમની પાસે પિયતની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે. વરસાદની આ તંગી વચ્ચે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે ખેડૂતોને આ કપરા સમયમાં પાક બચાવવા માટે ખાસ સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે, જમીનમાં ઓછો ભેજ હોય ત્યારે પાકને હળવું પિયત આપવું જોઈએ અથવા પાણીનો બચાવ કરવા ટપક અને ફુવારા પદ્ધતિ જેવી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે. વરસાદની અનિયમિતતાથી ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા બીજી તરફ, વરસાદની ખેંચના કારણે જિલ્લાના પરંપરાગત પાક ચિત્રમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં માત્ર કડી તાલુકામાં સારો વરસાદ થયો હોવાથી ત્યાં ડાંગરની રોપણી થઈ રહી છે, પરંતુ બાકીના સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ સાવ જુદી છે. વરસાદની અનિયમિતતાને પગલે ખેડૂતો હવે પરંપરાગત બાજરી કે કઠોળના પાકો વાવવાનું ટાળી રહ્યા છે અને તેના બદલે રોકડીયા પાકો તરફ વળી રહ્યા છે. હાલમાં જિલ્લામાં બી.ટી. કપાસ, દિવેલા, વરિયાળી અને મગફળી જેવા રોકડીયા પાકોના વાવેતરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બદલાતા હવામાન વચ્ચે મહેસાણાનો ખેડૂત હવે વૈજ્ઞાનિક પદ્ધતિ અને રોકડીયા પાકોના સહારે પોતાની ખેતી બચાવવા માટે મથામણ કરી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન થઈને ધરતીપુત્રોની ચિંતા દૂર કરે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર મોન્ટુ ઝડપાયો:વલસાડ LCBએ સંગઠિત ગુના અને દારૂ હેરાફેરી કેસમાં ધરપકડ કરી
    Next Article
    પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા:ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા, અબીલ-ગુલાલ સાથે 'જય રણછોડ'નો નાદ ગુંજ્યો, થોડીવારમાં ભગવાન નગરચર્યાએ નીકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment