Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગામે ખોડીયાર માતાની રમેલ યોજાઈ:મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા હાજર

    12 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે લીમડી ચોક માસ્તરભાના મેઢા પાસે ચૈત્ર માસ નિમિત્તે શ્રી ખોડીયાર માતાજીની રમેલનું આયોજન શુક્રવારે રાત્રે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેવી ઉપાસકોએ ધૂણ લગાવી હતી અને કુશળ મંગળના આશીર્વાદ આપ્યા હતા. ગામના વાળંદ પરિવારના બાબુભાઈ કાંતિભાઈ નાયીના યજમાન પદે આ માતાજીની રમેલ યોજાઈ હતી. નાયી સમાજના બચુભાઈ અમથાભાઈ, ગોવિંદભાઈ મોહનભાઈ, કુલદીપભાઈ જયંતીભાઈ ઉપરાંત ગામના વિહત માતાના ઉપાસક દિનેશભાઈ ખટાણા, નાથબાઈ માતાના ઉપાસક ભોગીલાલ પ્રજાપતિ, કાંતિભાઈ દરજી, જયંતીજી ઠાકોર તેમજ બહાર ગામથી પધારેલા શક્તિ ઉપાસકોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. સમીના તારોરાથી પધારેલા એક શક્તિ ઉપાસકે ઉપસ્થિત ભક્તોને હૃદયમાં રામ રાજી રાખીને કોઈનું પણ ખરાબ ન થાય તે રીતે જીવન જીવવા અને ખોટા માર્ગે ન જવા માટે બોધ આપ્યો હતો. આ સંદેશ ભક્તોમાં ખૂબ પ્રેરણાદાયક રહ્યો હતો. કાર્યક્રમના અંતે, તમામ શક્તિ ઉપાસકોને કામળી ઓઢાડી અને ભેટ સોગાદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો વિરોધ:મચ્છરદાની પહેરી દૂષિત પાણીની બોટલ સાથે ફોર્મ ભર્યું
    Next Article
    જૂનાગઢમાં પક્ષપલટા અને નારાજગીનો દૌર શરૂ:ભેસાણથી ભૂપત ભાયાણી મેદાનમાં, કેશોદમાં મહિલા નેતાનો કેસરીયો ત્યાગી 'આપ'માં પ્રવેશ, પત્નીને ટિકિટ મળતા પતિ નારાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment