Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો વિરોધ:મચ્છરદાની પહેરી દૂષિત પાણીની બોટલ સાથે ફોર્મ ભર્યું

    13 hours ago

    નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેઓ માથે મચ્છરદાની ઓઢી અને હાથમાં દૂષિત પાણીની બોટલ લઈને પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શન નવસારી શહેરમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી મચ્છરની સમસ્યા અને દૂષિત પાણીના પ્રશ્નોના ઉકેલ ન આવવાને કારણે કરવામાં આવ્યું હતું. શહેરીજનો આ સમસ્યાઓથી પરેશાન હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, તેવો તેમનો આક્ષેપ હતો. પિયુષ ઢીમ્મરે જણાવ્યું હતું કે, પાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષ 'જાડી ચામડી'ના બની ગયા છે અને જનતાની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે. આ પ્રતીકાત્મક વિરોધ દ્વારા તેમણે સરકારી અધિકારીઓનું ધ્યાન દોરવાનો અને જનતાનો અવાજ બુલંદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી જિલ્લા પંચાયત અને પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચની સૂચના મુજબ, બપોરે 3 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાનગરપાલિકાની ઉમેદવારીનો અંતિમ દિવસ:ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી
    Next Article
    ચંદ્રુમાણા ગામે ખોડીયાર માતાની રમેલ યોજાઈ:મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment