Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સત્યનો વિજય થયો':ડિરેક્ટર સનોજ મિશ્રાએ કહ્યું- 'ફરમાને ફોસલાવીને ભોળી મોનાલિસાને ફસાવી, ગંભીર આરોપ બાદ મને આત્મહત્યાના વિચાર આવતા હતા'

    8 hours ago

    ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાએ મહાકુંભની વાયરલ ગર્લ 'મોનાલિસા'ના લગ્નના મામલામાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)ના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. આયોગના રિપોર્ટ મુજબ, 11 માર્ચ 2026ના રોજ થયેલા લગ્ન દરમિયાન મોનાલિસાની ઉંમર માત્ર 16 વર્ષ, 2 મહિના અને 12 દિવસ હતી. ડિરેક્ટર સનોજ મિશ્રાએ ખુશી વ્યક્ત કરી આ રિપોર્ટ બાદ મોનાલિસાના પતિ ફરમાન ખાન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આયોગ દ્વારા મોનાલિસાને સગીર જાહેર કર્યા બાદ સનોજે કહ્યું કે, 'સત્યનો વિજય થયો છે.' તેણે આરોપ લગાવ્યો કે, તેને અને મોનાલિસાના પરિવારને બદનામ કરવા માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સનોજ મુજબ, 'મોનાલિસાનું બ્રેઈનવોશ કરીને તેની પાસેથી ખોટા આરોપો લગાવડાવવામાં આવ્યા હતા, પરંતુ હવે સત્ય બધાની સામે છે.' 'મને ફસાવવા માટે ષડયંત્ર રચાયું' વિવાદ દરમિયાન મોનાલિસાએ તેના માતા-પિતા અને ડિરેક્ટર સનોજ મિશ્રા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે તેના માતા-પિતાના ચારિત્ર્ય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સનોજ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. હવે સનોજ મિશ્રાનું કહેવું છે કે, 'આ બધું ફરમાને ફોસલાવીને કહેડાવ્યું હતું.' સનોજ મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વાત રજૂ કરી. તેણે જણાવ્યું કે, 'વિવાદ દરમિયાન મારા પર છેડતીના જે આરોપો લગાવવામાં આવ્યા હતા, તે સંપૂર્ણપણે ખોટા હતા. મોનાલિસા એક ભોળી છોકરી છે, તેને ફોસલાવીને મારા અને તેના માતા-પિતા વિરુદ્ધ કરવામાં આવી.' 'તેના મગજમાં મારા વિરુદ્ધ ઝેર ભરવામાં આવ્યું, જેથી મને જેલમાં મોકલી શકાય. આ વિવાદોને કારણે હું એટલો ભાંગી પડ્યો હતો કે, ઘણી વાર મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો, પરંતુ ભગવાને મને હિંમત આપી.' 'લવ જેહાદ' અને સંગઠનો પર પ્રશ્નો ઉઠાવ્યા સનોજ મિશ્રાએ આ સમગ્ર મામલાને 'લવ જેહાદ' સાથે જોડીને કેટલાક સંગઠનો પર ગંભીર આરોપો લગાવ્યા. તેણે કહ્યું કે, 'આયોગે પણ PFI અને CPI-M જેવા સંગઠનોની આ મામલામાં ભાગીદારી પર ચિંતા વ્યક્ત કરી છે.' સનોજનો દાવો છે કે, 'મોનાલિસાને પુખ્ત બતાવવા માટે નકલી આધાર કાર્ડ અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ માત્ર એક લગ્ન નહોતા, પરંતુ એક ઊંડું ષડયંત્ર હતું, જેને 'પ્રેમ'નું નામ આપીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.' પરિવારનો સાથ આપવાની મળી સજા સનોજે જણાવ્યું કે, તે શરૂઆતથી જ મોનાલિસાના માતા-પિતા સાથે ઊભો રહ્યો હતો. જ્યારે પરિવારે પોતાની દીકરીને સગીર ગણાવી, ત્યારે સનોજે તેમનો અવાજ દરેક મંચ પર ઉઠાવ્યો. તેણે મધ્યપ્રદેશ પોલીસ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. સનોજે કહ્યું, 'મારો ગુનો શું હતો? શું લવ જેહાદ અને ધર્માંતરણ જેવા મુદ્દાઓ પર ફિલ્મ બનાવવી ગુનો છે? મને ચૂપ કરાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ હું પાછળ હટ્યો નહીં.' લગ્નથી શરૂ થયો હતો વિવાદ મોનાલિસા મહાકુંભ દરમિયાન પોતાની તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી. 11 માર્ચ 2026ના રોજ તેણે ફરમાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં, ત્યારબાદથી જ તેની ઉંમરને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો. સનોજ મિશ્રા અને પરિવારનો દાવો હતો કે તે સગીર છે, જ્યારે ફરમાન તેને 18 વર્ષની કહી રહ્યો હતો. હવે આયોગની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે લગ્ન સમયે મોનાલિસાની ઉંમર માત્ર 16 વર્ષ, 2 મહિના અને 12 દિવસ હતી. , વાઇરલ કુંભ ગર્લ મોનાલિસા લગ્ન વખતે 16 વર્ષની હતી વાઇરલ મહાકુંભ ગર્લના લગ્નના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. છોકરીને પુખ્ત ગણાવીને લગ્ન કરાવવામાં આવ્યા હતા, પરંતુ તે સગીર છે. રેકોર્ડ મુજબ, લગ્ન સમયે છોકરીની ઉંમર માત્ર 16 વર્ષ 2 મહિના હતી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    ‘I’m in my mid-30s and worried I’m hitting perimenopause’: Can it really start this early?
    Next Article
    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પાકિસ્તાન પહોંચ્યા:PAK આર્મી ચીફે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત થશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment