Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિકિટના નામે ઠગાઈ:ભાદ્રોડ તાલુકા પંચાયતની ટિકિટ અપાવવાનું વચન આપીને મહિલા સાથે ઠગાઇ આચરાઇ

    2 days ago

    સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવામાં આપના બે નેતાએ એક દલીત સમાજની મહિલાને ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ ન મળતા આપના બે નેતા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહુવાના ભાદ્રોડ ગામે રહેતા આશાબેન નિખીલભાઇ વાઘએ પોલીસ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ વિરૂદ્ધ બળાપો કાઢ્યો છે આશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઇ બારૈયાએ તેમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને રાજેન્દ્ર બારૈયા અને દિલ્લી ખાતેના બ્રિજરાજસિંહ બંન્નેએ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ આપવાનું વચન આપેલ હતું. જે દરમિયાન બંન્ને નેતાઓએ ચુંટણીનો વીસ હજાર રૂપિયાનો આશાબેન પાસે ખર્ચ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામમાં ચુંટણી પ્રચાર પણ કરાવ્યો હતો. જે બાદ ગત તા. 3-4-2026 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની નામાવલી જાહેર કરવામાં આવી હતી. પરંતુ એ નામાવલીમાં આશાબેનના નામને બદલે ભાદ્રોડ ગામના અને તેના જ સમાજના મહિલા હંસાબેન અશોકભાઇ કાતરીયાને ટીકીટ માટે પસંદગી કરવામાં આવી હતી. જે મામલે આશાબેને નામાવલીમાં નામ નહીં આવવાથી રાજેન્દ્ર બારૈયાને વાત કરતા રાજેન્દ્ર બારૈયાએ આશાબેન તેમજ તેમના પતિ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો અને જ્ઞાતીથી અપમાનીત કરાયા હતા. તેમજ રાજેન્દ્ર બારૈયા અને બ્રિજરાજસિંહે પાંચ લાખ રૂપિયા લઇ હંસાબેનને ટીકીટ આપ્યાનો આક્ષેપ કરાયો હતો જે મામલે આશાબેન વાઘએ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર બારૈયા (રહે. ડુંડાશ, મહુવા), બ્રિજરાજસિંહ, ટીકીટ મેળવનાર હંસાબેન કાતરીયા તેમના પતિ અશોક કાતરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમરેલીની સભામાં આશાબેનને લઇ જવાયા હતા આપના બન્ને નેતાએ દલીત સમાજના આશાબેનને ટીકીટની લોભામણી લાલચ આપી હતી. જેને લઇને વીસ હજાર રૂપિયાનો ખર્ચ પણ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામે ચુંટણી પ્રચાર કરાવ્યો હતો. તેમજ અમરેલી ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સભા ખાતે વીસેક માણસો પણ બોલેરો પીકઅપ બંધાવીને લઇ ગયા હતા પણ ટીકટ ન આપી, છેતરપિંડી આચરી હતી.
    Click here to Read More
    Previous Article
    પક્ષપલટુઓને લોલીપોપ, BJPમાં ડખા ચાલુ:EX મેયરને ધક્કા મારી કમલમમાંથી કાઢ્યા; પીઢ નેતાએ ચાવી ભરી ને કાર્યકરોએ ઉપાડો લીધો, જુઓ VIDEO
    Next Article
    નિમણૂંક:ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 72 તબીબોની નિમણૂંક કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment