Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:ઊનાળામાં શરીરમાં લાલ કુંડાળા- નાની ફોડકી અને ધાધર સહિત ચામડીનાં કેસો વધી ગયા

    10 hours ago

    જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનુ પ્રમાણ સતત વધેલુ જોવા મળી રહ્યુ છે. જેમાં સવારે 11 થી બપોરના 5 કલાક સુધી 35 થી 38 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય રહ્યુ છે. આ ગરમીને લીધે ચામડીના રોગમાં પણ વધારો થયો છે. સિવિલમાં રોજની 150થી વધારે ઓપીડી ચામડી વિભાગમાં નોંધાય રહી છે. ચામડી વિભાગના તબીબ ડો. જયદિપ ટાંકે જણાવ્યુ કે, ગરમીને કારણે ચામડીના રોગમાં વધારો થાય છે. જેમાં હાલ ધાધર, શરીરમાં લાલ કુંડાળા તેમજ નાની-નાની ફોડકીઓ નિકળતી હોય તેવા કેસો સામે આવ્યા છે. હાલ જૂનાગઢ સિવિલમાં ચામડી વિભાગમાં જે રોજની 150થી વધારેની ઓપીડી હોય છે તેમાં અડધો અડધ દર્દી ધાધરના, 30 ટકા લાલ કુંડાળા તેમજ 20 ટકા નાની-નાની ફોડકીઓ(અરાયુ) નિકળી હોય તેવા દર્દીઓ નોંધાય રહ્યા છે. બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીનામાં આ અસર દેખાય રહી છે. ગરમી વધવાની સાથે આ કેસોમાં પણ સતત વધારો થશે એમ તબીબે જણાવ્યુ હતુ. ગરમીમાં લોકોએ આ સાવચેતી રાખવી હિતાવહ‎ - સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.‎ - દિવસમાં બે કે તેથી વધુ વાર સ્નાન કરવાનુ રાખવુ.‎ - બપોરે 12 થી 4 કલાક જરૂરીયાત વગર બહાર ન નિકળવું.‎ - ટુવાલ, નેપકીન સહિતની વસ્તુઓ અલગ-અલગ રાખવી‎ - પાણી, લીંબુ પાણી સહિતના લીકવીડનુ સેવન વધારે કરવુ.‎ - તીખા-તળેલા ખોરાકનુ સેવન ટાળી હળવો ખોરાક લેવો.‎
    Click here to Read More
    Previous Article
    વેધર રીપોર્ટ:ગરમી વધી, મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 નોંધાયું
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:મોંઘી મજૂરી, ટોલટેક્સના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટમાં પાર્સલે 100ના રૂપિયા 120 થઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment