Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાના ભાજપ ઉમેદવારોની યાદી:ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીનો વિરોધ, ભાજપ કાર્યાલયે સમર્થકોનો જંગી મોરચો

    10 hours ago

    રાજકોટ મનપાના 19 વોર્ડના તમામ 76 ઉમેદવારોની ભાજપે યાદી જાહેર કરી દીધી છે. જેમાં પૂર્વ મેયર અને સ્ટેન્ડિગ કમિટી સહિતનાના પત્તા કપાયા છે. 72 કોર્પોરેટરમાંથી ભાજપે 22 રિપિટ કર્યા છે. પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, પૂર્વ દંડક સુરેન્દ્રસિંહ વાળા અને પૂર્વ શાસક પક્ષ નેતા વિનુ ઘવાની ટિકિટ કાપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં ઉમેદવારોના નામો જાહેર થતાની સાથે જ વિરોધ અને ઉત્સાહના બે વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ નવા જાહેર થયેલા ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ હતો, તો બીજી તરફ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાના સમર્થકો સાથે મોરચો માંડ્યો હતો. રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. જાહેરાત થતાની સાથે જ વોર્ડના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો. જોકે, આ ખુશીના માહોલની વચ્ચે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. પોતાના મનગમતા નેતાની ટિકિટ કપાતા નીતિન રામાણીના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નીતિન રામાણી 50 કરતા પણ વધુ સમર્થકો અને કાર્યકર્તાઓના મોટા કાફલા સાથે શહેર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યા હતા. સમર્થકોએ "નીતિનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ" ના નારા લગાવી આખું ભાજપ કાર્યાલય માથે લીધું હતું. અને ભાજપ કાર્યાલય ખાતે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. નીતિન રામાણીની જગ્યાએ પંકજ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. સમર્થકોની માગ હતી કે પાયાના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીને ફરી તક મળવી જોઈતી હતી. જોકે વિરોધ પ્રદર્શન વધતા ભાજપના સિનિયર આગેવાન પુષ્કર પટેલ આગળ આવ્યા હતા અને તેમણે નીતિન રામાણીને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારબાદ પુષ્કર પટેલ પૂર્વ કોર્પોરેટરને શહેર પ્રમુખ પાસે રજૂઆત માટે લઈ ગયા હતા. સમગ્ર મામલો થાળે પાડવા માટે ભાજપના ટોચના નેતાઓ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ મહામંત્રીઓની હાજરીમાં નીતિન રામાણી સાથે આશરે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નેતાઓએ રામાણીની નારાજગી દૂર કરવા અને પક્ષના શિસ્તનું પાલન કરવા માટે સમજાવ્યા હતા. અને આખો મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો. જોકે આવનારી ચૂંટણીમાં આ વિરોધની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    અમરેલી નગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર:વોર્ડ-4માં આશા ધાંધલને ટિકિટ મળી, વોર્ડ પ્રમાણે ઉમેદવારોનું જુઓ લિસ્ટ
    Next Article
    Mahisagar Election Protest | બેડવલ્લી ગામમાં ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી | Sthanik Swaraj

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment