Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાથરૂમમાં નહાતી મહિલાનો અશ્લીલ વીડિયો બનાવવાનો પ્રયાસ:મહિલાએ બૂમાબૂમ કરતા યુવક મોબાઈલ ફેંકીને ભાગી છૂટ્યો, અભયમની ટીમ મદદે દોડી ગઈ

    10 hours ago

    વડોદરામાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાનો બાથરૂમમાં વીડિયો ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પીડિત મહિલાએ 'અભયમ' 181 ટીમની મદદ લેતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. કડિયાકામ કરતા શખસે છુપાઈને વીડિયો ઉતાર્યો મળતી માહિતી મુજબ વડોદરાના એક વિસ્તારમાં મહિલા પોતાના ઘરના બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી. બાથરૂમની ઉપરની નેટ તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે ઉડી ગઈ હોવાથી ઉપરનો ભાગ ખુલ્લો હતો. આ તકનો લાભ ઉઠાવી બાજુમાં જ કડિયા કામ અર્થે આવેલા એક શખ્સે છુપાઈને મહિલાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આરોપી ફરાર, મોબાઈલ જપ્ત મહિલાની નજર પડતા જ તેણે બુમાબુમ કરી હતી, જેના કારણે પરિવારજનો દોડી આવ્યા હતા. પકડાઈ જવાની બીકે આરોપી પોતાનો મોબાઈલ ફોન ત્યાં જ ફેંકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે પરિવારના સભ્યો આરોપીના ઘરે પહોંચ્યા ત્યારે તેણે અભદ્ર વર્તન કરી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તે ગૂમ થઈ ગયો હતો. અભયમ ટીમની કાર્યવાહી પીડિત મહિલાએ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આરોપીનું ઘર તાળાબંધ મળી આવ્યું હતું. અભયમ ટીમે પીડિત મહિલાને હિંમત આપી આગળની કાનૂની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માર્ગદર્શન આપ્યું હતું. હાલમાં, આરોપીએ ફેંકેલો મોબાઈલ પોલીસને સોંપવામાં આવ્યો છે અને પોલીસે ફરાર કડિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં RR vs RCB:બેંગલુરુને મોટો ઝટકો લાગ્યો, બિશ્નોઈએ કોહલીને બોલ્ડ કર્યો; ટીમે જિતેશ શર્માની પણ વિકેટ ગુમાવી
    Next Article
    RJ આભાને કોંગ્રેસે રાજકોટ મનપાની ટિકિટ આપી:બળવાના ડરે કોંગ્રેસે અંતિમ ઘડી સુધી યાદી જાહેર કરવાનું ટાળ્યું, ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment