Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર ભાજપમાં ભડકો થવાના એંધાણ:જિ. પંચાયતમાં 'નો-રિપીટ’ થિયરીમાં દિગ્ગજોની બાદબાકીથી સંગઠનમાં ખળભળાટ, આયાતી ઉમેદવારોને લોટરી લાગતા રોષ

    8 hours ago

    ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીએ પક્ષમાં આંતરિક વિખવાદ અને રોષની જ્વાળાઓ ભડકાવી છે. ‘નો-રિપીટ’ થિયરીના નામે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા સ્થાનિક દિગ્ગજોના પત્તા કાપી નાખવામાં આવતા સંગઠનમાં ભડકો થવાનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને પક્ષપલ્ટો કરીને આવેલા નેતાઓને ટિકિટની લોટરી લાગતા સ્થાનિક કાર્યકરોમાં બળવાના સૂર સંભળાઈ રહ્યા છે. યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી ભાજપ સંગઠનમાં ખળભળાટ ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીના પસંદગીકારોએ અગાઉ ચૂંટાયેલા સભ્યો સહિત સ્થાનિક દિગ્ગજો પર રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 28 બેઠકો પૈકી 27 બેઠકો પર મુરતિયા જાહેર કરાયા છે, જેમાં નો-રિપીટ થિયરીનો કડક અમલ કરીને માત્ર બે સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાયા જેમાં માણસાની લોદરા બેઠક પરથી કલ્પેશ પટેલ અને દહેગામની કડજોદરા બેઠક પરથી રાજેન્દ્ર રાઠોડ પર ફરી વિશ્વાસ મુકાયો છે, જ્યારે બાકીની તમામ બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાતા સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.​આ યાદીમાં સૌથી વધુ આશ્ચર્ય અને રોષ આયાતી ઉમેદવારોને કારણે જોવા મળી રહ્યો છે. કેમકે મૂળ કોંગ્રેસી અને બે વર્ષ પહેલા ભાજપમાં ભળેલા રશ્મિભાઇ ઠાકોરને સાંતેજ અને રાજીબેન ઠાકોરને ભોયણ મોટી બેઠક પર ટિકિટની લોટરી લાગી છે. પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષ જેના પગલે પક્ષના વફાદાર કાર્યકરોને અવગણીને પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષ ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત માણસાની સોજા બેઠક પર ગત જૂનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયેલા મહિલાના પતિને ટિકિટ અપાતા પક્ષની પસંદગી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પરિવારવાદના પણ કેટલાક કિસ્સા સામે આવ્યા છે. જેમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેનના પુત્રવધુ લક્ષ્મીબેન ઠાકોરને ઉવારસદ અને પેટાચૂંટણી જીતેલા સભ્યના પત્ની સોનીબેન દેસાઇને હાલીશા બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે. જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય છતાં નવા ચહેરાને તક ​બીજી તરફ બેઠકોના રોટેશન અને સીમાંકનમાં થયેલા ફેરફારને કારણે અનેક મહિલા દિગ્ગજોના પત્તા કપાયા છે. પૂર્વ પ્રમુખ શિલ્પાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ, સિંચાઈ સમિતિના ચેરમેન લીલાબેન પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કવિતાબેન સંગાડા જેવી નેતાઓની બેઠકો અનામતની ફાળવણીમાં બદલાઈ જતાં તેઓ રેસમાંથી બહાર થઈ ગયા છે. તો આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય થવા છતાં ત્યાં નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપ હાઈકમાન્ડ આંતરિક રોષને ડામવામાં સફળ ના રહ્યું? જિલ્લા પંચાયતની 28 બેઠકો પૈકી ભાજપે 27ના નામોમાં જ્ઞાતિવાદનું જોર પણ સ્પષ્ટ દેખાય છે. 15 મહિલા ઉમેદવારો અને ઠાકોર-પટેલ સમાજના વર્ચસ્વ વચ્ચે જેમના પત્તા કપાયા છે તેઓ હવે શાંત બેસે તેમ જણાતું નથી. અડાલજ, સરઢવ, સાદરા અને ડભોડા જેવી બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને ઉતારવા સામે પણ પક્ષની અંદર ગણગણાટ શરૂ થયો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક રોષને ડામવામાં સફળ રહે છે કે પછી સીટિંગ દિગ્ગજોનો આ અસંતોષ ચૂંટણી ટાણે ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:રાજકોટના પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના પત્તા કપાયા, પ્રદીપ ડવ સહિત 22ને રિપિટ કરાયા
    Next Article
    Hormuz Row: Trade Disruption Minimised, Timely Intervention Cleared 90% Cargo Backlog, Says Govt

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment