Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાથરૂમમાં મહિલાનો વિડીયો બનાવ્યો:વડોદરામાં એક શખ્સે છુપાઈને બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી મહિલાનો વીડિયો ઉતાર્યો, મહિલાએ બૂમાબૂમ કરતા યુવક મોબાઈલ ફેંકીને ભાગી છૂટ્યો, અભયમની ટીમ મદદે દોડી ગઈ

    11 hours ago

    વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા શખ્સે છુપાઈને મહિલાનો મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. આ મામલે પીડિત મહિલાએ અભયમ ટીમની મદદ લેતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ, પીડિત મહિલાએ અભયમ ટીમને જાણ કરી હતી કે, આજે સવારે તે પોતાના ઘરના બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી. તેમના ઘરના બાજુમાં કડિયા કામ માટે આવતો એક વ્યક્તિ હતો. બાથરૂમની દીવાલો હોવા છતાં ઉપરનો ભાગ ખુલ્લો હતો અને ત્યાં લગાવેલ નેટ તાજેતરના વાવાઝોડાને કારણે ઉડી ગઈ હતી. આ દરમિયાન મહિલા નાહવા બેઠી હતી ત્યારે તેની નજર બાજુમાં ઉભેલા વ્યક્તિ પર ગઈ, જે મોબાઈલ દ્વારા વીડિયો બનાવી રહ્યો હતો. મહિલાએ તાત્કાલિક બુમાબુમ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો એ વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તેણે અભદ્ર ભાષામાં બોલાચાલી કરી હતી અને પોતાનો મોબાઈલ ફેંકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ કડિયા કામ માટે ત્યાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પીડિત મહિલાએ તરત જ અભયમ ટીમને કોલ કર્યો હતો. અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી સામે પક્ષના ઘરે તપાસ કરતા ઘર તાળાબંધ મળ્યું હતું અને આસપાસ શોધખોળ છતાં આરોપી મળી આવ્યો નહોતો. આ સંદર્ભે પીડિત મહિલાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે જ આરોપી દ્વારા ફેંકાયેલ મોબાઈલ પણ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મનો વરસાદ:મનપામાં 607, ન.પા.માં 900, જિ.પામાં 1400 અને તા.પં.માં 2000 મળી 4907થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા
    Next Article
    બોટાદ નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર:તમામ 11 વોર્ડમાં 44 ઉમેદવારને મેદાને ઉતાર્યાં, વોર્ડ-2માં સરોજ ચૌહાણ, વોર્ડ-4માં જયશ્રી જાંબુકિયા અને વોર્ડ-9માં ગીતા ગોલાણીને મળી ભાજપની ટિકિટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment