Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મનો વરસાદ:મનપામાં 607, ન.પા.માં 900, જિ.પામાં 1400 અને તા.પં.માં 2000 મળી 4907થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા

    12 hours ago

    ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બનતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યભરમાં હજારો ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા છે, જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ બાકી હોવાથી આગામી સમયમાં આ આંકડો હજુ વધવાની અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયા વિવિધ સ્તરે ભરાયેલા ફોર્મના આંકડાઓ રાજ્યમાં ચૂંટણી પ્રત્યેની સક્રિયતા દર્શાવે છે. મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોનો ધસારો સૌથી વધુ રહ્યો છે, જેના કારણે મોટા શહેરોમાં મુકાબલો કઠિન બન્યો છે. બીજી તરફ, નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયા છે, જે સ્થાનિક સ્તરે બદલાતા રાજકીય સમીકરણો અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જાગૃતિનો સંકેત આપે છે. છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો રાજકીય પક્ષોની સાથે સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. આ સ્થિતિને કારણે અનેક બેઠકો પર ત્રિકોણીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ પણ પક્ષો દ્વારા બાકી રહેલા નામોની જાહેરાત થતાની સાથે જ છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ચૂંટણી પ્રક્રિયાના આ પ્રારંભિક તબક્કા પરથી સ્પષ્ટ થાય છે કે આ મુકાબલો રસાકસીભર્યો રહેશે. ઉમેદવારોમાં જોવા મળી રહેલો આ ભારે ઉત્સાહ અને જટિલ સ્પર્ધાત્મક સમીકરણો આગામી સમયમાં રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરાયા નગરપાલિકામાં ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાયા
    Click here to Read More
    Previous Article
    ઇંટના ધંધાર્થી પાસે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:રાજકોટના યુવાને રૂ.85 લાખના બદલામાં રૂ.1.14 કરોડ ચૂકવ્યા છતા નાણાની માંગણી ચાલુ, 6 શખ્સો સામે મનીલેન્ડ એક્ટનો ગૂનો નોંધાયો
    Next Article
    બાથરૂમમાં મહિલાનો વિડીયો બનાવ્યો:વડોદરામાં એક શખ્સે છુપાઈને બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી મહિલાનો વીડિયો ઉતાર્યો, મહિલાએ બૂમાબૂમ કરતા યુવક મોબાઈલ ફેંકીને ભાગી છૂટ્યો, અભયમની ટીમ મદદે દોડી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment