Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા:ઇન્દ્રસિંહ પરમારે શુકલતીર્થ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

    13 hours ago

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે, 11મી એપ્રિલે છેલ્લો દિવસ છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તવરાના ઇન્દ્રસિંહ પરમારે પણ કોંગ્રેસ પક્ષમાંથી શુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જીગ્નેશ બ્રહ્મભટ્ટ, જેઓ અગાઉ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ ઘટના ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો સૂચવે છે. બ્રહ્મભટ્ટે પોતાના રાજીનામા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન-સન્માન ન મળતા અસંતોષ ઊભો થયો છે, અને સંગઠનના નિર્ણયોમાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની વાતને અવગણવામાં આવે છે. જીગ્નેશ બ્રહ્મભટ્ટને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ જ દિવસે, શુકલતીર્થ-28 જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રસિંહ પરમાર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે તવરા, શુકલતીર્થ, નિકોરા અને ઝનોર વિસ્તારની તાલુકા પંચાયત બેઠકોના કોંગ્રેસ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવાના આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. ઇન્દ્રસિંહ પરમારની શુકલતીર્થ બેઠક પરથી એન્ટ્રી સાથે હવે આ બેઠક પર રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ ધારાસભ્યના ભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું:મહીસાગરની વિરાણીયા સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો
    Next Article
    ગોધરા નગરપાલિકામાં ભાજપનું 'નો-રિપીટ' શસ્ત્ર:7 વોર્ડ માટે 26 ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત, 23 નવા ચહેરાને તક માત્ર 3 ઉમેદવાર રિપીટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment