Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકામાં ભાજપનું 'નો-રિપીટ' શસ્ત્ર:7 વોર્ડ માટે 26 ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત, 23 નવા ચહેરાને તક માત્ર 3 ઉમેદવાર રિપીટ

    12 hours ago

    ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગોધરા નગરપાલિકાના 7 વોર્ડ માટે 26 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પક્ષે આ વખતે આક્રમક વ્યૂહરચના અપનાવતા મોટા પાયે 'નો-રિપીટ' થિયરી લાગુ કરી છે, જેના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાયા છે. એન્ટિ-ઈન્કમ્બન્સી ખાળવા નવો પ્રયોગ સત્તા વિરોધી લહેર (એન્ટિ-ઈન્કમ્બન્સી) ને ખાળવા અને મતદારોમાં નવો વિશ્વાસ જગાડવા માટે ભાજપે નવા ચહેરાઓ પર વધુ ભરોસો મૂક્યો છે. જાહેર કરાયેલા 26 ઉમેદવારોમાંથી 23 બેઠકો પર તદ્દન નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ભાજપે મોટો ઉલટફેર કર્યો છે. પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. માત્ર 3 ઉમેદવારોને જ મળી ફરી તક આ યાદીમાં મોટાભાગના અનુભવી નેતાઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સમગ્ર યાદીમાં માત્ર 3 પૂર્વ સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. ફરીથી વિશ્વાસ સંપાદન કરનાર ઉમેદવારોમાં 3 નામોનો સમાવેશ થાય છે: વોર્ડ 10: ગૌરીબેન જોશી વોર્ડ 03: વર્ષાબેન ઠાકર વોર્ડ 04: દીપેશ ઠાકોર ભાજપની આ રણનીતિ આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલ તો નવા ઉમેદવારોના નામ જાહેર થતા કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જીગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા:ઇન્દ્રસિંહ પરમારે શુકલતીર્થ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
    Next Article
    Gujarat BJP candidates News LIVE | 6 વાગ્યા પહેલા ચિત્ર બદલાયું, કોને મળી ટિકિટ? | Sthanik Swaraj

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment