Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ભાજપને ભીંસ પડી:ઉમેદવારની જાણ થતાં ચાંદખેડાના કાર્યકરોએ ખાનપુર કાર્યાલયે જઈ રાજીનામા આપ્યા, લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

    23 hours ago

    આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે. અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે અને ઉમેદવારોને ફોન કરવાની શરૂઆત પણ કરી દેવાઈ છે. અત્યાર સુધીમાં 42 ઉમેદવારને ફોન ગયો છે. અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપને ભીંસ પડી ગઈ છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં ઉમેદવારોની જાહેરાતને લઈ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આક્રોશિત કાર્યકર્તાઓ ખાનપુર શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવે તેવી શક્યતાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. ટિકિટને લઈને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર નેતાઓ બેઠકો કરી રહ્યા છે. વિવાદિત બેઠક પર હજુ પણ ઉમેદવારના નામની પંસદગી કરવામાં આવી નથી. વિવાદિત બેઠક પર આજે પણ ઉમેદવારને ટેલિફોનીક જાણ નહીં કરવામાં આવે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. સુરત મનપા ચૂંટણીના પ્રબળ દાવેદાર ધાર્મિક માલવિયાને ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી આપવાની હોવાથી હાલમાં મનપામાં ઉમેદવાર બનાવશે નહીં. ભાજપ-કોંગ્રેસની સંપૂર્ણ યાદી જોવા અહીં ક્લિક કરો અમદાવાદમાં ભાજપના આ ઉમેદવારને ફોન આવ્યો દાણીલીમડા ખોખરા વોર્ડ સાબરમતી વોર્ડ ચાંદખેડા વોર્ડ સરસપુર - રખિયાલ જોધપુર વોર્ડ વેજલપુર વોર્ડ સરખેજ વોર્ડ બોડકદેવ વોર્ડ મક્તમપુરા વોર્ડ બાપુનગર વોર્ડ સુરતમાં ભાજપના આ ઉમેદવારને ફોન આવ્યો
    Click here to Read More
    Previous Article
    યમુનામાં સ્ટીમર પલટી, 10 પ્રવાસીઓના મોત:વૃંદાવનમાં મોટી દુર્ઘટના અકસ્માત, DMએ સેનાની મદદ માગી; બધા પંજાબના રહેવાસી
    Next Article
    વડોદરા અને વાપી મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:હાસ્યકલાકાર ધીરુ સરવૈયાના પુત્રને રાજકોટ જિ.પં.ની લોધિકા બેઠક પરથી ભાજપની ટિકિટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment