Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાની દધાલિયા બેઠક પર આયાતી ઉમેદવારનો વિરોધ:કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા; ઉમેદવાર ન બદલાય તો પરિણામ પર અસરની ચીમકી

    12 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગીને લઈને કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે. મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર "આયાતી" ઉમેદવારના આક્ષેપ સાથે કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ગત રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાં જ મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠકના કાર્યકરોમાં નારાજગી સ્પષ્ટપણે બહાર આવી હતી. આજે દધાલિયાના ગ્રામજનો અને કાર્યકરો મોડાસા ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' પહોંચ્યા હતા. તેમણે "આયાતી ઉમેદવાર નહીં ચાલે" તેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવારને બદલવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઉમેદવાર બદલવામાં નહીં આવે, તો તેના પરિણામ માટે ભાજપ સુપ્રીમો જવાબદાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    યમુનામાં સ્ટીમર ડૂબી, 9 પ્રવાસીઓનાં મોત:વૃંદાવનમાં દુર્ઘટના, 10થી વધુ લોકો ગુમ; બધા પંજાબના રહેવાસી
    Next Article
    પાટડીમાં જોવા મળ્યા માનવતા અને પશુપ્રેમના દ્રશ્યો:વ્હીલચેર પર પૌત્રી સાથે બેસી દિવ્યાંગ દાદાએ વાનરને પ્રેમથી બિસ્કિટ ખવડાવ્યા; જીવદયાના સિંચ્યા ઉમદા સંસ્કાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment