Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીમાં સિક્યોરિટી કેબીન સળગતાં અફરાતફરી:કંપનીની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીમાં આજે બપોરે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. કંપનીના મટીરીયલ ગેટ પાસે આવેલી સિક્યોરિટી કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, કંપનીની આંતરિક ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આજે બપોરે 4:00 વાગ્યાના સુમારે મટીરીયલ ગેટ પર આવેલી FRP શીટની બનેલી સિક્યોરિટી કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીની આંતરિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્વરિત કામગીરીથી નુકસાન અટક્યું ફાયર ટીમે સતર્કતા દાખવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવી લીધો હતો. સિક્યોરિટી કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ ફાયર ફાયટરોની કામગીરીને કારણે આગ અન્ય ઔદ્યોગિક એકમો કે સંવેદનશીલ વિસ્તારો સુધી પ્રસરી શકી ન હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને અટકેલું કામકાજ પુનઃ શરૂ કરાયું હતું. તપાસના ચક્રો ગતિમાન પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા અતિશય ગરમી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વહીવટી તંત્ર અને કંપની દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટ વચગાળાનો હુકમ પસાર કરી શકે:AI જનરેટેડ ડીપ ફેક કન્ટેન્ટ ઉતારવા સરકારની સૂચનાઓને પ્લેટફોર્મ પ્રોવાઇડર માનતા નથી, કોર્ટનો પ્રશ્ન કે તેમની સામે પગલાં લેવા શું પ્રાવધાન?
    Next Article
    8 free AI courses from Anthropic to boost your skills right now

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment