Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનો ગાંધીનગર સર કરવાનો ગજગ્રાહ:પંચાયત અને નગરપાલિકાના જંગ માટે ઉમેદવારોના નામ જાહેર, કલોલ-દહેગામ નગરપાલિકામાં પણ લઘુમતી સમુદાયના ઉમેદવારોને મેદાને ઉતાર્યા

    2 days ago

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે રણનીતિના પ્રથમ તબક્કાની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલા મંથન બાદ ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકા માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપ વિકાસની રાજનીતિની સાથે જ્ઞાતિગત મજબૂતી સાથે મેદાનમાં ઉતર્યું છે. ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકો માટે જાહેર કરાયેલા નામોમાં ઠાકોર અને પટેલ સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. અડાલજ બેઠક પરથી ચેતનાબેન ઠાકોર અને લોદરાથી કલ્પેશ પટેલ જેવા નામો સાથે ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સ્ત્રી અનામત બેઠકો પર પક્ષે નવા અને સક્રિય મહિલા ચહેરાઓને તક આપીને મહિલા સશક્તિકરણનો કાર્ડ પણ ખેલ્યો છે. ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી જ્યારે ​તાલુકા પંચાયતોના સ્તરે જોઈએ તો કલોલની 22, માણસાની 26 અને દહેગામની 28 બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક સ્તરે પક્ષનો પ્રભાવ જાળવી રાખવા પર ભાર મૂકાયો છે. માણસામાં જે રીતે ચૌધરી અને ચાવડા જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તે જોતા ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. એવી જ રીતે દહેગામ તાલુકા પંચાયતમાં ઝાલા અને ચૌહાણ ઉમેદવારોની મોટી સંખ્યા પક્ષની જૂની અને ભરોસાપાત્ર રણનીતિનો હિસ્સો હોવાનું જણાય છે. વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવી એ જ રીતે શહેરી વિસ્તારોની વાત કરીએ તો કલોલ નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો અને દહેગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કલોલમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ પક્ષે ઉમેદવારો ઉભા રાખીને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. જેની ઝલક વોર્ડ નંબર 2માં જોવા મળે છે. દહેગામ નગરપાલિકામાં પણ લઘુમતી સમુદાયના ઉમેદવારોને સ્થાન આપીને ભાજપે વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવી છે. ભાજપે આ વખતે કોઈ મોટા પ્રયોગો કરવાને બદલે પાયાના કાર્યકરો અને જ્ઞાતિના પ્રભાવશાળી ચહેરાઓ પર જ વિશ્વાસ મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ મજબૂત ફિલ્ડિંગ સામે કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારે છે અને જનતા કોના પર કળશ ઢોળે છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી મહાનગરપાલિકા વોર્ડ-4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:મુસ્લિમ મતદારોવાળા ભાજપના ગઢમાં જળબંબાકાર અને સ્લમ રિડેવલપમેન્ટનો ગજગ્રાહ, શું મુસ્લિમ મતો ફરી ખીલવશે 'કમળ'?
    Next Article
    સુરેન્દ્રનગર યંગ્સ ક્લબમાં આગ:મલાર ચોક નજીક ક્લબને મોટું નુકસાન, ફાયરે કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment