Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગંદા પાણીને લઈને લોકોનો હોબાળો:આક્રોશ સાથે મહિલાઓએ કહ્યું: આ ગંદુ પાણી કોર્પોરેટર પીને બતાવે, કોઈ કોર્પોરેટરે વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં, અમે કોઈને પેસવા નહીં દઈએ

    20 hours ago

    વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. જેને લઈને આજે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ભાજપના સ્થાનિક કોર્પોરેટરો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. અટલાદરા વિસ્તારમાં રહેતા સુધાબેન ચાવડાએ જણાવ્યું હતું કે, અમે અટલાદરા ગામના કોઠી ફળિયામાં રહીએ છીએ. છેલ્લા 15 વર્ષથી અહીં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. તમે પોતે જોઈ શકો છો કે, આ પાણી કેટલું ગંદુ અને ડહોળું છે. ક્યારેક તો આનાથી પણ ખરાબ, એકદમ કાળું પાણી આવે છે. અમે કેટલીય વાર અમારા વિસ્તારના કોર્પોરેટરને ફોન કર્યા છે, અનેક ફરિયાદો આપી છે. પણ જ્યારે પણ ફરિયાદ કરીએ, ત્યારે તેઓ ટાંકી પર કામ કરતા મજૂરોને મોકલી દે છે. આ લોકો આવે છે, ખાલી પાણી ચેક કરે છે, બોટલ ભરીને લઈ જાય છે અને બસ, વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. કોઈ કાયમી નિકાલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોઈ કોર્પોરેટર અહીં ડોકાયું પણ નથી. જો આ પાણી તેઓ પી શકતા હોય, તો જ અમે આ પાણી પી શકીએ. સામાન્ય જનતા આવું ગંદુ પાણી કેવી રીતે પીવે? મેં હમણાં જ અઠવાડિયા પહેલા અમારી ટાંકી સાફ કરાવી, તમે માનશો નહીં એટલો બધો કચરો એમાંથી નીકળ્યો છે. અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. જો આ રીતે જ ગંદુ પાણી આવવાનું હોય, તો આ પાઇપલાઇન જ તોડી નાખો, અમારે આવું પાણી જોઈતું જ નથી. અમે બીજે ક્યાંકથી પાણી ભરી લાવીશું. પણ પછી કોઈએ અમારી પાસે વેરો માંગવા આવવું નહીં. અને ખાસ કરીને, આ ચૂંટણીઓમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. તેઓએ કહ્યું કે, જો તમે અમારી પાયાની જરૂરિયાત પૂરી નથી કરી શકતા, તો મોટા-મોટા વાયદાઓનો કોઈ અર્થ નથી. તમે આખા અટલાદરા ગામમાં પૂછી જુઓ, અમારા ફળિયાની હાલત 15 વર્ષથી આવી જ છે. જો અઠવાડિયામાં આનો નિકાલ નહીં આવે, તો અમે કોઈ પણ જાતનો ટેક્સ ભરીશું નહીં અને વોટ પણ આપીશું નહીં. અટલાદરા વિસ્તારમાં આવેલ કોઠી ફળિયામાં રહેતા અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો માને છે કે ચોમાસામાં પાણીની સમસ્યા હોય, પણ અહીં તો શિયાળો હોય કે ભર ઉનાળો અમે ગંદા પાણીનો જ સામનો કરીએ છીએ. ઉનાળામાં પણ નળમાં ગટરનું કાળું અને ગંદુ પાણી આવે છે. અમારે શું આ પાણી પીવાનું? આ વિસ્તારમાં લાઇન નાખ્યાને 15 વર્ષ થઈ ગયા છે, પણ સમસ્યા કાયમની છે. સવારે અડધો કલાક પાણી આવે તો એમાં પણ પહેલા અડધો કલાક ગટરનું જ પાણી હોય છે. પ્રેશર પણ બિલકુલ હોતું નથી. અમે કેટલીય વાર ફરિયાદો કરી છે, પણ કોઈ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેમના ઘરે સગવડ છે તેઓ બહારથી પાણી ખરીદી લાવે છે અથવા દૂરથી ભરી લાવે છે. પણ જે લોકો મજૂરી કામ કરવા જાય છે, જેમના ઘરના પુરુષો સવારથી કામે નીકળી જાય છે, તેમને પાણી કોણ લાવી આપે? આ ખૂબ જ મોટી મુશ્કેલી છે. કોર્પોરેટરોએ તો અમારું ‘કોઠી ફળિયું’ જોયું જ નથી. એમને તો ખબર પણ નહીં હોય કે બિલ ગામમાં કોઠી ફળિયું ક્યાં આવ્યું છે. વોટ લેવા માટે બધા આવશે, પણ પાછળથી કોઈ જોવા આવતું નથી. અમે આ વખતે મક્કમ છીએ કે જો અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો અમે કોઈને ફળિયામાં પેસવા પણ નહીં દઈએ. જો અમને પાયાની જરૂરિયાત જેવું શુદ્ધ પાણી જ ન મળતું હોય, તો વોટ આપવાનો શું અર્થ? અમને નવી પાણીની લાઇન જોઈએ છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે. આજે મને સ્થાનિકોનો ફોન આવ્યો ત્યારે હું અહીં પહોંચ્યો છું. લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. અત્યારે શાસક પક્ષ ભાજપના લોકો સત્તામાં છે. મારે એમને પૂછવું છે કે શું તમે પોતે આવું ગંદુ પાણી પી શકો? જો તમે પીવો તો જ તમને લોકોની વેદનાની ખબર પડે. આજે 'વિશ્વ જળ સંસાધન દિવસ' છે, અને આવા દિવસે પણ કોર્પોરેશન અને સત્તાધીશો લોકોને ગંદુ પાણી પીવડાવી રહ્યા છે. હું શાસક પક્ષ અને કોર્પોરેશનને કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં જનતા તમને આનો જવાબ આપશે. આ પાણી એટલું ગંદુ છે કે કોઈ પી શકે તેમ નથી. જો સત્તાધીશોમાં હિંમત હોય તો તેઓ આ પાણી પીને બતાવે, ત્યારે જ તેમને વાસ્તવિકતા સમજાશે.
    Click here to Read More
    Previous Article
    પિસ્તોલ સાથે આરોપી ઝડપાયો.:વિસાવદરના પીરવડ ગામે 'મામા દેવ'ના મંદિર પાસે હથિયાર સાથે આંટાફેરા મારતો શખ્સ ઝડપાયો: SOG એ કમરમાંથી લોડેડ પિસ્તોલ શોધી કાઢી.
    Next Article
    વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:11 KV જૈન ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment