Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ-ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ:કોંગ્રેસ ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે, બપોર પછી ફોન આવશે; સુરતમાં ધાર્મિક માલવિયાને ભાજપ ટિકિટ નહીં આપે

    2 days ago

    આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે. અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે. કોંગ્રેસ-ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. બપોર બાદ ઉમેદવારોને ફોન કરીને જાણ કરાશે તો ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરી રંગબેરંગી સાફો પહેરી ફોર્મ ભરવા નીકળ્યા છે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. સુરત મનપા ચૂંટણીના પ્રબળ દાવેદાર ધાર્મિક માલવિયાને ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી આપવાની હોવાથી હાલમાં મનપામાં ઉમેદવાર બનાવશે નહીં તેવું ભાજપના નેતાઓએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયા ફ્લાઇટનું એન્જિન બંધ, પાઈલટનો ઇમરજન્સી કોલ:મુંબઈથી બેંગલુરુ જઈ રહી હતી, 20 મિનિટમાં પાછી ફરી; ટેકઓફ દરમિયાન તણખા પણ દેખાયા
    Next Article
    Ludhiana bank manager booked for 3.90 crore fraud by ‘misusing Centre’s PM Mudra Yojana’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment