Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાત્રી માતાઓ, અશક્ત શિક્ષકો, ટેટ ઉમેદવારોને મુક્તિ આપો:પ્રસૂતિ રજા અને માંદગીના કિસ્સામાં ચૂંટણી ફરજના ઓર્ડર મુદ્દે નારાજગી

    15 hours ago

    આગામી 26 ડિસેમ્બરના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે, ત્યારે ચૂંટણી કામગીરીના હૂકમોને લઈને શિક્ષકોમાં જોવા મળતી મુંઝવણો અંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથારની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. શિક્ષક સંઘે ખાસ કરીને એવી મહિલા કર્મચારીઓ કે જેઓ હાલ પ્રસૂતિ રજા પર છે અથવા જેઓ ધાત્રી માતાઓ છે, તેમના ચૂંટણીલક્ષી હૂકમો માનવીય અભિગમ દાખવી રદ્દ કરવા માંગ કરી છે. આ ઉપરાંત, ગંભીર બીમારીથી પીડાતા અને શારીરિક રીતે અશક્ત શિક્ષકોને પણ આ કપરી ફરજમાંથી મુક્તિ આપવા જણાવાયું છે. રજૂઆતમાં જણાવાયુ છે કે અનેક શિક્ષકોને 12 એપ્રિલના રોજ ટેટ (TET-HS) ની પરીક્ષા આપવા માટે જિલ્લા બહાર જવાનું છે. આ સંજોગોમાં જો તે જ દિવસે ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવે તો શિક્ષકોને અન્યાય થઈ શકે તેમ છે, જેથી તાલીમની તારીખોમાં યોગ્ય ફેરફાર કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં, બી.એલ.ઓ. (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રિસાઇડિંગ અધિકારીને બદલે પ્રથમ મતદાન અધિકારી તરીકે નિયુક્ત કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રાંત અધિકારી અનીલ જાદવે સંઘના હોદ્દેદારોની રજૂઆત સાંભળીને આ તમામ પ્રશ્નો પર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ રજૂઆતમાં સવાઈસિંહ સોઢા, રાણાજી જાડેજા, અનિલ રૂપારેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તંત્રની ખાતરી બાદ શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પશુ આરોગ્ય શિબિર:કુરનમાં યોજાયેલા પશુ આરોગ્ય શિબિરમાં 98 પશુની સારવાર
    Next Article
    કોર્પોરેટરનું નામ પૂછતા જ જબરા જવાબ આપ્યા, VIDEO:'વોર્ડમાં 400 કોર્પોરેટર, કામ કર્યું હશે આપણને ખબર નથી', અમદાવાદીઓએ શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment