Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા દ્વારા 98 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ:હીરાબાગથી કાપોદ્રા બ્રિજનો નવો એન્ટ્રી રેમ્પ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો

    8 hours ago

    ડાયમંડ સિટી સુરતના વિકાસની ગતિને વધુ વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. શહેરના નાગરિકોની સુખાકારી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી સુરતના વિવિધ ઝોનમાં અંદાજિત 98 કરોડના ખર્ચે સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કતારગામના ડભોલી ખાતે આવેલા અત્યાધુનિક ઓડિટોરિયમમાં આયોજિત એક ભવ્ય સમારોહ દરમિયાન આ તમામ પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. દેશભરમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સુરત અગ્રેસર આ લોકાર્પણ સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ તેમજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્દહસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સુરત મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, સુરત આજે દેશભરમાં પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવા અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં અગ્રેસર રહ્યું છે. 98 કરોડના આ પ્રકલ્પોથી સુરતવાસીઓનું જીવન ધોરણ વધુ સુગમ બનશે. વરાછા અને કાપોદ્રાના લાખો વાહનચાલકોને મોટી રાહત સુરત શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે, અને મહાનગરપાલિકા સતત બ્રિજ સેલ દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવી રહી છે. વરાછા અને કાપોદ્રા વિસ્તારના લાખો વાહનચાલકોને મોટી રાહત આપતા, હિરાબાગ જંકશન ક્રોસ કરી કાપોદ્રા જંકશન પહેલા સુધીના બ્રિજના એન્ટ્રી રેમ્પનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એન્ટ્રી રેમ્પ શરૂ થવાથી હીરાબાગ અને કાપોદ્રા ચાર રસ્તા પર થતો ટ્રાફિક જામ હળવો થશે અને વાહનચાલકોના સમય તથા ઈંધણની મોટી બચત થશે. નવી ભૂગર્ભ અને ઓવરહેડ ટાંકીઓનું નિર્માણ શહેરમાં શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળી રહે તે માટે રાંદેર અને કતારગામ ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે નવી ભૂગર્ભ અને ઓવરહેડ ટાંકીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવી ટાંકીઓ કાર્યરત થવાથી આ બંને ઝોનના હજારો પરિવારોને પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. બીજી તરફ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મજબૂત કરવા માટે પૂર્વ સરથાણા ઝોનના પાસોદરા ખાતે ‘સુરત સિટીલિંક લિ.’ની બસો માટે એક નવો વિશાળ ડેપો અને આધુનિક વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી સિટી બસોની જાળવણી અને રૂટ સંચાલન વધુ સચોટ બનશે. હયાત વેન્ડીંગ માર્કેટનું રિડેવલપમેન્ટ આર્થિક પ્રવૃત્તિઓ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા માટે અઠવા ઝોનના અલથાણ-ભટાર ખાતે ₹10.52 કરોડના ખર્ચે હયાત વેન્ડીંગ માર્કેટનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ આધુનિક માર્કેટથી ફેરિયાઓ અને ગ્રાહકો બંનેને સુવ્યવસ્થિત જગ્યા મળશે. આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો, વરાછા અને અંજના ખાતે પ્રજાની પ્રાથમિક તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા હેલ્થ સેન્ટરો શરૂ કરાયા છે. સાથે જ સ્થાનિક સ્તરે વહીવટી કામો ઝડપી બને તે માટે નવી વોર્ડ ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. વાજપેયીનું નામ લેતા મેયર માયા માવાણી અટકી ગયા સુરત મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં પદ્મશ્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું નામ લેતા સુરત શહેરના મેયર માયાબેન માવાણી અટકી ગયા હતા. સુરત શહેરમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી આડોટેરીયમમાં સુરત મહાનગરપાલિકાને ખાતમુહૂર્તને કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્વાગત સંબોધન દરમિયાન મેયર માયા માવાણી ભારત રત્ન અટલ બિહારી વાજપેયી નામની બોલી શક્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    Bihar Bharat Tiwari Encounter: क्या करता था भरत तिवारी? Bihar Police ने क्यों किया Encounter?
    Next Article
    કુખ્યાત આસિફ ગાંડાનો આતંક, CCTV:સલાબતપુરામાં સંબંધીના ઘર પર પહોંચી દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, હાથમાં છરી સાથે બેફામ ગાળાગાળી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment